Fri,19 April 2024,8:27 pm
Print
header

સુરત : ONGC કંપનીના ગેસ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ, કોઇ જાનહાની નથી

સુરત: સુરતના (Surat) હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ  હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીએ પણ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, આ આગ કાબુમાં લેવાય ગઇ છે. આગને કારણે કોઇ જાનહાનીનાં સમાચાર નથી. એક ચર્ચામાં ચાર કર્મચારીઓ ગૂમ થયાની વાત પણ વહેતી થઇ હતી .આ આગમાં જાનહાની અંગે હાલ અધિકારીક રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી.

નોંધનીય છે કે, આ ગેસ કંપનીના ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી. મુંબઈથી સુરત  240 કિલોમીટર લાંબી લાઇન આવેલી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીમાં સવારે  3 વાગે અચાનક એક તીવ્ર બ્લાસ્ટ થતા જાણે સુરતમાં લોકોના ધરતીકંપનો અનુભવ થયો હતો જોતજોતામાં લોકોના ઘરના બારીઓના કાચ તૂટી ગયા હતા. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા ત્યારે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. લોકોને ખ્યાલ આવી ગયો હતો કે, આગ લાગી છે.  અનેક લોકો તરત જ લોકો પરિવાર સાથે જ્વાળાઓ જોવા નીકળી પડ્યા હતા. 

ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડીઓ અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઇ છે. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch