Thu,25 April 2024,5:11 pm
Print
header

વડોદરામાં ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને પગાર આપવાના બહાને હોટલમાં બોલાવી ગુજાર્યો બળાત્કાર

વડોદરા: વડોદરા (Cadodra)માં ગુજરાતી ફિલ્મ (Gujarati Film)ના પ્રોડ્યૂસરે યુવતીને હોટલમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ કેસમાં દીપ પટેલની ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં રૂમ ભાડે રાખીને ડ્રામા પ્રોડક્શન હાઉસના માલિકે અહીં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.

માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે 1 ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યૂં આપવા માટે ગઇ હતી, સીલેક્ટ થતાં યુવતીએ 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. કોઇ અગમ્ય કારણોસર તારીખ 28 ઓગસ્ટે તેણે નોકરી છોડી દીધી હતી.

આ યુવતીએ 24 દિવસના પગારના નાણાની માંગણી તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને કરી હતી. આ વ્યકિતએ આ અંગે ડ્રામા પ્રોડકશન હાઉસના સંચાલક દિપ પટેલને વાત કરી હતી. દીપ પટેલે યુવતીને 2 સપ્ટેમ્બરે રાત્રીના 10 કલાકે સયાજીગંજ ખાતે આવેલી અદિતિ હોટલના ચોથા માળે પગારના નાણાં આપવા બોલાવી હતી.

યુવતી બોલાવેલા સમયે પહોંચી ગઇ હતી. દિપે યુવતીને અંદર લઈને હોટલની રૂમનું બારણું બંધ કરી દીધુ હતું અને પછી બળજબરીથી તેને નિર્વસ્ત્ર કરીને યુવતી પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ તેને નોકરી માટે લઇ જનાર વ્યકિતને જાણ કરી હતી.નોકરીએ લઈ જનારે પોલીસ ફરિયાદની સલાહ આપતાં આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch