Wed,19 February 2025,9:44 pm
Print
header

તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં

અંકારઃ તુર્કીના બોલુ પ્રાંતમાં સ્થિત એક રિસોર્ટમાં મંગળવારે લાગેલી આગમાં 66 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 51 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ઘટના મોડી રાત્રે બની હતી.

જે હોટલમાં આગ લાગી હતી તેનું નામ કાર્તલકાયા સ્કી રિસોર્ટ છે. બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને કહ્યું કે કેટલાક લોકોએ ગભરાટના કારણે ઈમારત પરથી કૂદકો માર્યો હતો, જેના કારણે ઘણા લોકોનાં મોત થયા છે.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે સ્થાનિક સમય મુજબ મોડી રાત્રે 3:30 વાગે હોટેલમાં આગ લાગી હતી અને ધીમે ધીમે કોરોગ્લુ પર્વતની ટોચ પર સ્થિત સમગ્ર હોટેલને ઝપેટમાં લીધી હતી.

આગ લાગવાની જાણ થતા અગ્નિશામકો, શોધ અને બચાવ એકમો અને તબીબી ટીમો રવાના કરવામાં આવી હતી. હોટલમાંથી અત્યાર સુધીમાં 230થી વધુ મહેમાનોને બચાવી લેવામાં આવ્યા છે. ન્યાયપ્રધાને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch