વડોદરાઃ શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જે યુવતી સાથે યુવક પોતાનું જીવન વિતાવવા માંગતો હતો તેણે જ તેની હત્યા કરી નાખી. બંનેની સગાઈ થઈ ચૂકી હતી. સગાઈ પછી યુવતીએ યુવકને વડોદરામાં પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. પછી કંઈક એવું બન્યું જેના કારણે યુવતીએ તેના મંગેતરની હત્યા કરી નાખી. હત્યા પછી છોકરી પોલીસને ત્રણ દિવસ સુધી ફેરવતી રહી, પરંતુ પોલીસે આખરે સત્ય સામે લાવી જ દીધું.
29 ડિસેમ્બરના રોજ વડોદરાના પ્રતાપનગર કોલોનીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકની મંગેતરે કહ્યું કે તમારો છોકરો જાગતો નથી. યુવકના પિતાને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. તપાસ બાદ સત્ય સામે આવ્યું.
પોલીસના જણાવ્યાં અનુસાર, છોટા ઉદેપુરના રોજકુવા ગામના રહેવાસી 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં કામ કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતી હોવાથી, સચિન પણ તેની સાથે રહેવા ગયો. બંને લાંબા સમયથી સાથે રહેતા હતા. આ દરમિયાન સચિનને શંકા હતી કે રેખાનું કોઈ બીજા સાથે અફેર છે.
ઘટનાના દિવસે સચિન અને રેખા વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન રેખાએ સચિન સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. સચિને તેના પિતાને ફોન કરીને જણાવ્યું કે તે લગ્ન કરવા માંગતો નથી. જ્યારે સચિને લગ્ન તોડવાની વાત કરી, ત્યારે રેખાએ સચિનને તેના દુપટ્ટાથી ગળું દબાવીને મારી નાખ્યો.
એસીપીએ જણાવ્યું કે બંને ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. રેખા રેલ્વેમાં સેલર તરીકે કામ કરતી હતી. બંને ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા અને સગાઈ કરી હતી. હત્યા પછી, રેખા એવું વર્તન કરતી હતી કે જાણે કંઈ બન્યું જ ન હોય. તેને સચિનના માતાપિતાને પણ એ જ કહ્યું હતું કે તે ઊંઘમાંથી જાગ્યો જ નહીં.
સચિનના પિતા ગણપત રાઠવાએ કહ્યું, મારો દીકરો વડોદરામાં રહેતો હતો. મને તેનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે રેખા લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જ્યારે તેમણે ફોન કર્યો ત્યારે મેં રેખા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તેણે ઉપાડ્યો નહીં. પછી રેખાએ ફોન કરીને કહ્યું કે સચિન જાગી રહ્યો નથી.
ત્રણ દિવસ સુધી પોલીસ આ કેસમાં એવી રીતે ફસાયેલી રહી કે જાણે યુવતીએ કોઈ ગુનો કર્યો જ ન હોય, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં પછી નવો જ વળાંક આવ્યો. હાલમાં, પોલીસે યુવતી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
વડોદરાઃ PI ના નામે રૂ. 2,50,000 લાંચ લેતા પ્રજાજન ઝડપાયો | 2025-12-26 10:06:12
વડોદરાની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધી, પ્રેમમાં અડચણ બની રહેલા પિતાને પુત્રી અને તેના બોયફ્રેન્ડે પતાવી દીધા | 2025-12-22 10:57:55
એસીબીએ દાહોદમાં તલાટીને લાંચ લેતા ઝડપ્યાં, રૂ. 30,000 ની કરી હતી માંગણી | 2025-12-21 15:17:06