Wed,16 July 2025,7:54 pm
Print
header

મેક્સિકોમાં ખુશીનો તહેવાર મોતના ઉત્સવમાં ફેરવાઈ ગયો, અંધાધૂંધ ગોળીબારમાં 12 લોકોનાં મોત

  • Published By Panna patel
  • 2025-06-26 08:48:30
  • /

મેક્સિકોઃ ગુઆનાહુઆટો રાજ્યના ઇરાપુઆટો શહેરમાં સેન્ટ જોન ધ બાપ્ટિસ્ટના તહેવારની ઉજવણીને અજાણ્યા હુમલાખોરોએ લોહીથી લથપથ કરી દીધી હતી. મંગળવારે રાત્રે થયેલા આ હુમલામાં 12 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉત્સવનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. બીજી જ ક્ષણે ગોળીબાર અને ચીસોથી આખું દ્રશ્ય બદલાઈ ગયું હતુ. ઘટના સમયે લોકો ખુલ્લા આકાશ નીચે શેરીઓમાં નાચતા હતા, તેઓ સેન્ટ જ્હોનના માનમાં ગીત ગાતા હતા અને ધાર્મિક વિધિ કરી રહ્યાં હતા. પછી કેટલાક સશસ્ત્ર હુમલાખોરો આવ્યાં અને અચાનક જ ગોળીબાર કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોઈ શકાય છે. ઇરાપુઆટોના સ્થાનિક અધિકારી રોડોલ્ફો ગોમેઝ સર્વાંટેસે જણાવ્યું કે બુધવારે બપોર સુધીમાં મૃત્યુઆંક 12 થઈ ગયો હતો અને 20 અન્ય ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, તેને માનવતા વિરુદ્ધ હુમલો ગણાવ્યો અને કહ્યું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

મેક્સિકો સિટીના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ગુઆનાહુઆટો લાંબા સમયથી ગુનેગારોમાં મોકળું મેદાન રહ્યું છે. જ્યાં અનેક ગેંગ ડ્રગના વેપારને લઇને હુમલા કરી રહી છે. આ વર્ષના પહેલા પાંચ મહિનામાં જ અહીં 1435 હત્યાઓ થઇ હતી. જે દેશના અન્ય કોઈપણ રાજ્ય કરતા બમણી છે. આ પહેલી વાર નથી જ્યારે રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો પર આવા હુમલા થયા હોય.

એક મહિના પહેલા સાન બાર્ટોલો ડી બેરીઓસના ગુઆનાહુઆટો શહેરમાં ચર્ચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગોળીબાર થયો હતો, જેમાં 7 લોકો માર્યા ગયા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch