Sat,15 August 2026,1:14 pm
Print
header

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો, પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હોવાની આશંકા

  • Published By panna patel
  • 2025-10-01 09:55:59
  • /

સેક્ટર-24 ની પાઠયપુસ્તક મંડળની કોલોનીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

હાથ ઉપર ઈજાના નિશાન મળી આવ્યાં

દરવાજાને બહારથી નકુચો મારેલો હતો

મહિલા કોન્સ્ટેબલ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં હતાં

ગાંધીનગરઃ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના સેક્ટર 24 માં આવેલી પાઠયપુસ્તક મંડળની કોલોનીમાં ભાઈ સાથે રહેતી હતી.

શહેરના સેક્ટર 24માં આવેલી પાઠયપુસ્તક મંડળની કોલોનીમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શાહીબાગ ખાતે ફરજ બજાવતા હતા. ગઈકાલે તેના ભાઈ અને ભાભી વતન ભાવનગર ખાતે નિવેદ કરવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે આ મહિલા કોન્સ્ટેબલ તેનું મોપેડ લઈને ઘરે આવી હતી. ત્યારે સવારના સમયે તેના ભાઈએ તેનો સંપર્ક કરતા કોઇ જવાબ ન મળતા ચિંતામાં મુકાઈ ગયા હતા.

ત્યારબાદ તેમને પાડોશીને જાણ કરીને ઘરે જઈને તપાસ કરવા જણાવ્યું હતુ, પાડોશીએ ઘરે જઇને જોતા મકાનના દરવાજાને બહારથી નકુચો લગાવેલો હતો. જે ખોલીને અંદર જોતા આ મહિલા કોન્સ્ટેબલ નગ્ન હાલતમાં બેડમાં હતી. જે સંદર્ભે તરત જ તેના ભાભીને જાણ કરી હતી, બાદમાં પોલીસને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે

મહિલાના હાથ ઉપર ઈજાના નિશાન મળ્યાં છે. મહિલા કોન્સ્ટેબલની હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાની આશંકાને લઇને એલસીબીએ મહિલા કોન્સ્ટેબલના મિત્રની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch