Sat,20 April 2024,11:24 am
Print
header

રાજકોટ SP કચેરી સામે પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ- Gujarat Post

જિલ્લા પોલીસવડાએ આ અંગે તપાસના આદેશ આપ્યાં

બૂટલેગરો તેમજ પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો 

રાજકોટઃ એસપી કચેરી બહાર મેટોડાના પિતા-પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. પેટ્રોલ છાંટીને તેમજ દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ પિતા-પુત્રની પોલીસે અટકાયત કરી લીધી છે. લોધિકા પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લા પોલીસવડાએ આ અંગે તપાસના આદેશ આપ્યાં છે. લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો એક પિતાએ લગાવ્યાં છે.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હસમુખ સોમાભાઈ દાફડાએ આક્ષેપ સાથે જણાવ્યું કે હું રાજકોટના મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહું છું. મારા પુત્રને એક કેસમાં લોધિકા પોલીસે માર માર્યો હતો.રાત્રે 1 વાગ્યે પોલીસે માર માર્યો હતો.બાદમાં મારા પુત્રને સવારે ગુંડાઓ અને બૂટલેગરોએ માર માર્યો હતો. પોલીસ અને ગુંડાઓ મળેલા હોય તેમ લાગે છે. હસમુખભાઇએ વધુમાં જણાવ્યું કે, અમે લોધિકા પોલીસ સ્ટેશનની જગ્યાએ રાજકોટ એસપી કચેરીએ ફરિયાદ કરવા ગયા હતા.

પરંતુ ત્યાંથી અમને લોધિકા પોલીસ સ્ટેશને મોકલ્યાં હતા. ગુંડાઓના ડરથી અમે પોલીસને કહ્યું કે અમારે ફરિયાદ કરવી નથી બાદમાં પોલીસે મારું નિવેદન લીધું હતુ અને બે જગ્યાએ સહી લેવડાવી હતી, ગુંડાઓથી કંટાળીને 10 જૂને મારા પુત્રએ દવા પીધી ત્યારે પોલીસ નિવેદન લેવા હોસ્પિટલ આવી હતી. પરંતુ આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી, જેથી અમારી પાસે આત્મવિલોપણ સિવાય કોઇ રસ્તો નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch