Mon,26 October 2020,12:54 am
Print
header

ઘોર કળિયુગ ! વંશ વધારવા સસરાએ માનસિક અસ્થિર પુત્રવધુ સાથે..........

અમદાવાદઃ સસરા-પુત્રવધુ (Father in Law)નો સંબંધ પિતા પુત્રી (Fatehr Daughter)નો હોય છે  બાપ-દિકરીના આ સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. નરાધમ સસરા દ્વારા પોતાની માનસિક રીતે અસ્થિર પુત્રવધુ (Daughter in Law) સાથે અશ્લિલતાભર્યું વર્તન અને દુષ્કર્મ આચર્યું છે. આ લંપટ સસરા દ્વારા દોઢ વર્ષથી પુત્રવધુ પર જુલ્મ ગુજારાતો હતો.

યુવતિના લગ્ન દોઢેક વર્ષ અગાઉ એક વિકલાંગ યુવક સાથે થયા હતા. યુવક વિકલાંગ હતો, સસરાએ પોતાનો વંશ આગળ વધારવા માટે પોતાની પુત્રવધુ સાથે શારિરીક સંબંધ બાધવો હતો. પુત્રવધુ માનસિક રીતે અસ્થિર હોવા છતાં આ વાતને વશ થવા તૈયાર ન હતી.

આ લંપટ સસરા દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અવાર-નવાર માનસિક રીતે અસ્થિર પોતાની પુત્રવધુનું યૌનશોષણ કર્યું હતું. આ અંગે માનસિક વિકલાંગ પુત્રવધુ દ્વારા પોતાના પિયરમાં પણ વાત કરી હતી. પરંતુ પોતાની દિકરી માનસિક અસ્થિર હોવાથી પિયરપક્ષ દ્વારા તેની વાતની ગંભીરતાથી લીધી ન હતી. તેનો ફાયદો લંપટ સસરો લઈ રહ્યો હતો.

પોતાના ઘરે માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળી પુત્રવધુ જ્યારે પોતાના પિયર રહેવા આવતી ત્યારે સસરો અશ્લિલ વાતો કરતો હતો. આ વખતે સસરા દ્વારા પુત્રવધુ સાથે ફોન પર અશ્લિલ વાતો કરી તે પરિવારજને સાંભળી જતા આ આખું પ્રકરણ સામે આવ્યું હતું.

22 વર્ષિય માનસિક રીતે અસ્થિર યુવતી અને તેના ઘરવાળાએ પોલીસ(Police) માં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી અને આ લંપટ સસરા અને વંશ આગળ વધારવાની લાલસા અને આ દુષ્કર્મમાં સાથ અપનાર સાસુ તેમજ પતિની અરવલ્લીથી ધરપકડ  કરાઈ છે. પોતાનો વંશ આગળ વધારાવાની આવી અશ્લિલ માનસિક્તા ધરાવતા મનોરોગી સસરા તેમજ આવી લંપટ લીલામાં સાથ આપનાર સાસુ તેમજ પુત્ર હાલ તો પોલીસના સકંજામાં છે હવે જોવાનું એ રહ્યું કે આવું અધણ કૃત્ય કરનારને શું સજા થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->