Tue,29 April 2025,12:37 am
Print
header

પૈસા ન આપ્યાં તો અમદાવાદમાં યુવક પર જીવલેણ હુમલો, 11 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ બોપલ વિસ્તારમાં 27મી માર્ચની રાત્રે એક ચોંકાવનારો બનાવ બન્યો છે, જ્યાં પૈસા ઉધાર આપવાનો ઇનકાર કરવા પર 11 લોકોએ મળીને એક યુવકને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટના કોલોનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને તમામ 11 આરોપીઓની ધરપકડ કરી હતી.

મૂળ રાજસ્થાનના 30 વર્ષીય અર્જુનલાલ બોપલમાં રહે છે અને ઘર રિપેરિંગનું કામ કરે છે. એક જ કોલોનીમાં રહેતા યોગેશ અને રાહુલે અર્જુનલાલને પૈસા ઉછીના માંગ્યા હતા. અર્જુનલાલે પૈસા ચૂકવવામાં અસમર્થતા દર્શાવી. જેના કારણે બંને ગુસ્સામાં આવી ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા. અર્જુનલાલના મિત્ર ગણેશે વિરોધ કર્યો, જેના કારણે મામલો વધુ બગડ્યો હતો.

સાંજે યોગેશ અને રાહુલ તેમના અન્ય 9 મિત્રો (પ્રદીપ સિંહ, વાસુદેવ, જીતેન્દ્ર, ભરત, વિકાસ, મંદેશ અને અન્ય બે યોગેશ અને વિકાસ) સાથે લાકડીઓ અને એલ્યુમિનિયમના વાયર સાથે અર્જુનલાલની શોધમાં નીકળ્યાં હતા. તેઓએ અર્જુનલાલને જોતા જ લાતો, મુક્કા, લાકડીઓ અને વાયર વડે હુમલો કર્યો હતો. નજીકના લોકો તેને બચાવવા પહોંચ્યા ત્યાં સુધીમાં અર્જુનલાલ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.

વીડિયો વાયરલ થયા બાદ બોપલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ સામે કલમ 189(2), 191(2), 190, 118(1), 115(2), 351(3), 352 BNS અને GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અર્જુનલાલને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ હુમલો અન્ય કોઈ જૂની અદાવતનું પરિણામ છે કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch