Sat,20 April 2024,5:22 am
Print
header

Farmers Protests: આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે આજે સરકારની નવમી બેઠક યોજાશે

Farmers Protests: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે દિલ્હીની વિવિધ બોર્ડર પર દોઢ મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. કડકડતી ઠંડી અને વરસાદ પડ્યો હોવા છતાં ખેડૂતોએ પાછી પાની કરી નહોતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતાના મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવા કેન્દ્રને સૂચન કર્યુ હતું.

આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકારની નવમી બેઠક આજે યોજાશે.ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે જણાવ્યું કે, આંદોલન કરી રહેલા ખેડૂત યુનિયન શુક્રવારની બેઠકમાં સરકાર સાથે ચર્ચા માટે જોડાશે. આંદોલનનો અંત લાવવા ખેડૂત નેતા અને સરકાર વચ્ચે થયેલી આઠ બેઠકોમાં કોઇ પરિણામ આવ્યું નથી.  અમે સરકાર સાથેની બેઠકનો વિરોધ નહીં કરીએ.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ ભુપિન્દરસિંહ માને કહ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત ચાર સભ્યોની સમિતિમાંથી હું નીકળી રહ્યો છું. આ પેનલમાં મારા સમાવેશ બદલ હું સુપ્રીમ કોર્ટનો આભારી  છું. પરંતુ ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.હું કોઈપણ હોદ્દો ત્યજી દેવા તૈયાર છું.

ખેડૂત નેતાઓએ કહ્યું કે સમિતિના બાકી ત્રણ સભ્યોએ પણ ભુપિન્દર માન જેવો નિર્ણય લેવો જોઈએ. કારણ કે આંદોલન પર ઉતરેલા સંગઠનોએ ક્યારેય કમિટી બનાવવાની માંગ કરી જ નથી. ત્રણેય કૃષિ કાયદા રદ થવા જોઈએ તેવી અમારી માંગણી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch