અમૃતસરઃ ખેડૂતોની ખેતી સાથે જોડાયેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતો લગભગ છ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને અનેક વખત વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન પંજાબના અમૃતસરથી કેટલાક નવા દ્રશ્યો સામે આવ્યાં છે. અમૃતસરના છાબા ગામના ખેડૂતો કૃષિ કાયદા સામે વિરોધ વ્યક્ત કરવા કાળો દિવસ ઉજવી રહ્યાં છે. ગામ લોકોએ તેમના ટ્રેક્ટર અને મકાન પર કાળા ઝંડા લગાવ્યા છે.
We're also carrying the tricolour. It has been 6 months now, but Govt is not listening to us. So farmers are putting up black flags. It'll be done peacefully. We're following COVID protocols. Nobody is coming here. People are putting up flags wherever they are: Rakesh Tikait, BKU pic.twitter.com/2x3Yb7gJ4a
— ANI (@ANI) May 26, 2021
ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યું, 6 મહિના થવા છતાં સરકાર સાંભળતી નથી. તેથી ખેડૂતોએ કાળા ઝંડા લગાવ્યા છે. અમે કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં છીએ. અહીંયા કોઈ આવી રહ્યું નથી. લોકો જ્યાં છે ત્યાં જ ઝંડા ફરકાવીને વિરોધ કરી રહ્યાં છે.
કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય નવજોતસિંહ સિદ્ધુએ મંગળવારે પટિયાલા અને અમૃતસરમાં આવેલા મકાનમાં ત્રણ કૃષિ કાયદાના વિરુદ્ધમાં કાળો ઝંડો ફરકાવ્યો હતો. ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યું છે પરંતુ ભાજપ સરકાર આ કાયદાઓ ખેડૂતોના હિતમાં હોવાની વાત કરી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03