Thu,12 March 2026,9:54 am
Print
header

પરિવારે શેરબજારમાં પોતાની બધી બચત ગુમાવી દેતા કરી આત્મહત્યા, લોન ચૂકવી ન શકતા ભર્યું આ પગલું

  • Published By
  • 2025-04-19 08:52:48
  • /

સુરતઃ શેર બજારમાં બચત ગુમાવ્યાં બાદ એક દંપતી અને તેમના સગીર પુત્રએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એડી ચાવડાએ ગુરુવારે રાત્રે બનેલી ઘટનાની વિગતો આપી હતી.

શેરબજારમાં મોટા પાયે પૈસા ગુમાવ્યાં પછી તેઓ તેમની વ્યક્તિગત લોન ચૂકવી શક્યા નહીં. પીડિત દંપતી, વિપુલ પ્રજાપતિ, તેમની પત્ની સરિતા અને 12 વર્ષના પુત્ર વિરાજે નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલા માનસિક બીમારીની સારવાર લઈ રહી છે.

પ્રજાપતિ પરિવાર ભાવનગરનો રહેવાસી હતો અને તાજેતરમાં જ સુરતમાં સ્થાયી થયો હતો. પરંતુ તેમની કોઈ નિયમિત આવક ન હતી અને તેઓ કારખાનામાં મજૂર તરીકે અને હીરાના કારીગર તરીકે કામ કરતા હતા.

ગુરુવારે રાત્રે પરિવાર સુરત શહેરના ચોક બજાર જવા માટે ઘરેથી નીકળ્યો અને પછી ગળતેશ્વર મંદિર પાસેના પુલ પરથી તાપી નદીમાં કૂદી પડ્યો હતો. આ મૃતદેહોની ઓળખ આધાર કાર્ડના આધારે કરવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch