Sat,18 July 2026,4:36 am
Print
header

સુરતમાં નકલી તમાકુ બનાવટની ફેક્ટરીનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ, 2.13 લાખ રૂપિયાનો માલ જપ્ત

  • Published By Dilip patel
  • 2025-07-24 08:32:14
  • /

સુરતઃ પોલીસે નકલી તમાકુ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી છેલ્લા 22 દિવસથી સુરતના વરાછા વિસ્તારના તિરુપતિ નગરમાં એક બિલ્ડિંગના પહેલા માળે ચાલી રહી હતી.

ઝોન 2 ડીસીપી આલોક કુમારની એલસીબી ટીમે ગુપ્ત માહિતીને આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે નકલી બાગબાન તમાકુ બનાવતા આરોપી હર્ષદ દલસુખભાઈ કાછડિયાની ધરપકડ કરી છે.

નકલી તમાકુ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ 

પોલીસે સ્થળ પરથી 2.13 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. જેમાં બાગબાન તમાકુના 15,100 પાઉચ, છૂટક તમાકુથી ભરેલી 10 કિલોની 6 થેલીઓ, 1 કિલો છૂટક તમાકુ, 1.75 કિલોગ્રામનો રેપર રોલ, 3 ચાંદીના પ્લાસ્ટિક રેપર રોલ, એક ઇલેક્ટ્રોનિક સ્કેલ અને તમાકુ બનાવવાના મશીનોનો સમાવેશ થાય છે.

પોલીસે 2.13 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો

પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી હર્ષદ કાછડિયાની અગાઉ પણ નકલી માલ બનાવવા અને જુગાર રમવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નકલી તમાકુ રેકેટમાં બીજું કોણ કોણ સંડોવાયું છે અને છેલ્લા 22 દિવસમાં તમાકુ ક્યાં વેચાઇ હતી. હાલમાં આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch