Wed,16 September 2026,3:37 pm
Print
header

ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે અમદાવાદના નિકોલમાં નકલી વિદેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

  • Published By panna patel
  • 2026-08-21 18:31:34
  • /
  • કેમિકલ અને ફ્લેવર ભેળવી વેચાણ કરતા એક શખ્સની ધરપકડ, બે ફરાર
  • ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવાતી હતી

અમદાવાદઃ ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂના કારણે 11 લોકોનાં મોતની ઘટના વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ  દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને 'ડિફેન્સ'ના નામે સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી, મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અટલ આવાસ યોજનાના ગેટ પાસે નકલી દારૂ તૈયાર કરી છૂટક વેચાણ કરાઈ રહ્યું છે. જે બાદ પોલીસે દરોડા પાડી જ્યુપિટર સ્કૂટર સાથે ઊભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. તેની પાસેથી મળેલી સ્કૂટરની ડેકીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આ નેટવર્કમાં સંડોવાયેલા દિનેશ જંડાવાલા સહિત અન્ય એક શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે. આરોપી સુનિલ પાસેથી ₹5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબ્જે કરાયો છે. ફરાર આરોપી દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત મકાનમાં તપાસ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો, પ્લાસ્ટિકની 4 બોટલો તેમજ ઓળખ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યાં હતા.

પોલીસે સ્થળ પરથી કુલ ₹9,500નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની શોધખોળ તેમજ નકલી કેમિકલ ક્યાંથી લવાતું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch