Wed,24 April 2024,7:05 pm
Print
header

ગુજરાતમાં નકલી ડૉક્ટર્સનો રાફડો ફાટ્યો, જાણો અત્યાર સુધીમાં કેટલા મુન્નાભાઈ MBBS ઝડપાયા ?

ગાંધીનગરઃ કોરોના જેવી મહામારીમાં લોકોના આરોગ્યા સાથે ચેડાં કરતા નકલી તબીબ ઝડપાયા છે. અગાઉ પણ અનેક એવા કિસ્સા સામે આવ્યાં છે જેમાં નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યાં હોય આ ડોક્ટરો ડૂપ્લિકેટ ડિગ્રીને આધારે, નકલી સર્ટિફિકેટને આધારે દર્દીઓની સારવાર કરતા અને રૂપિયા પડાવતા જેની પોલીસને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 53 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટરો ઝડપાયા છે મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે.

કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જે બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાર પર આવ્યું હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch