બનાસકાંઠાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહીમાં ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે, મોડી રાત્રે દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને 40 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો અને તેને બનાવવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા હતા. ડીસા તાલુકા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે અને મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.
બનાસકાંઠામાં જ્યારે ક્રાઈમ બ્રાન્ચે એક ઘર પર દરોડા પાડ્યાંં ત્યારે ભોંયરામાં જે મળ્યું તે જોઈને પોલીસ દંગ રહી ગઈ. લાખો રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા હતા, જ્યારે આ નોટોની તપાસ કરવામાં આવી ત્યારે મોટો ખુલાસો થયો હતો.
બનાસકાંઠામાં નકલી ચલણ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ભોંયરામાંથી 40 લાખ રૂપિયાની કિંમતની 500 રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી છે. બનાસકાંઠા પોલીસે જણાવ્યું કે તેમના દરોડામાં ગેંગમાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક હજુ પણ ફરાર છે.આ લોકો કેટલા સમયથી આ ગેંગ ચલાવી રહ્યાં હતા, તેની તપાસ થઇ રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે ફરાર સંજય સોની સમગ્ર કાંડનો માસ્ટર માઇન્ડ છે, જ્યારે પકડાયેલો રાયમલ રીઢો ગુનેગાર છે. તેની સામે ખંડણી, પ્રોહિબીશન, મારામારી સહિતના 16 ગુના દાખલ થયેલા છે, તેને પાસામાં પણ ધકેલાયો હતો. પાસામાંથી બહાર નીકળ્યાં બાદ તેણે સંજય સાથે મળીને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. રાયમલની સાથે કૌશિક શ્રીમાળીની પણ ધરપકડ કરાઇ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47