અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે નકલી IAS ઓફિસર બનીને લોકોને છેતરનારા મેહુલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મેહુલ શાહ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહે છે અને ટ્રાવેલ બિઝનેસ કરે છે. તેને પોતાને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ડિરેક્ટર તરીકે ઓળખાવીને ગાંધીનગર ગૃહ મંત્રાલયના નકલી પત્રનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
ફરિયાદી રાજેન્દ્ર શાહે નોંધાવેલી એફઆઈઆર મુજબ મેહુલ શાહે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમના પુત્રને સરકારી શાળામાં નોકરી અપાવવા માટે નકલી પત્ર આપ્યો હતો. તેને એક વ્યક્તિને અસારવા યુનિવર્સિટીમાં પેઇન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપીને રૂ.7 લાખ ચૂકવ્યાં ન હતા. આ પછી આરોપી વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે નકલી IAS અધિકારીને પકડ્યો
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મેહુલ શાહ નકલી IAS ઓફિસર તરીકે સાયરન લગાવેલી ઈનોવા કારમાં ફરતો હતો. આ સાયરન માટે તેને ગૃહ મંત્રાલય અને અન્ય સરકારી વિભાગોના નકલી પત્રોનો ઉપયોગ કર્યો હતો. તે પોતાને મહેસૂલ વિભાગના ડાયરેક્ટર અને આઈએએસ ઓફિસર તરીકે ઓળખાવતો હતો.
પોલીસે મેહુલ શાહ પાસેથી બે મોબાઈલ ફોન, એક લેપટોપ, રૂ.1,00,000 રોકડ, નકલી આધાર કાર્ડ, નકલી સરકારી ઓળખ કાર્ડ અને અનેક નકલી સરકારી પત્રો કબ્જે કર્યા છે. આ દસ્તાવેજોમાં મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે બનાવટી પત્રોનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી નકલી સરકારી ઓળખ પત્ર અને અનેક નકલી સરકારી પત્રો મળી આવ્યાં હતા. આરોપી મેહુલ શાહે પોતાને સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ વિભાગનો અધ્યક્ષ જાહેર કર્યો હતો. તેઓ આ વિભાગના અધ્યક્ષ હોવાનું જણાવતા લેટરપેડ બનાવવામાં આવ્યાં હતા. જે જપ્ત કરવામાં આવ્યાં છે.
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે મેહુલ શાહે બે કાર અને બસ ભાડે લીધી હતી અને તેના પૈસા ચૂકવ્યાં ન હતા. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે તેને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને આ મામલામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ. ગુજરાતમાં અગાઉ નકલી પીએમઓ ઓફિસર સાથે નકલી પોલીસ અધિકારીઓ પણ ઝડપાઈ ચૂક્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યૂં કરી હોવાનો બનાવ- Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 લોકો ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના કૌભાંડી ઝાલાની જામીન અરજી પર આજે સુનાવણી- Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોનાં મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં, 30 હજાર ડોલરની માંગણી કરાઇ | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
ACB ટ્રેપમાં આ કોમ્પ્યુટર ઓપરેટર ફસાયો, રૂ. 75 હજારની લાંચ રિકવર કરવામાં આવી | 2024-12-04 09:28:40
અમદાવાદઃ નરોડા દહેગામ રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં બે યુવકોને અડફેટે લેતા મોત | 2024-12-02 10:23:49
કરોડોના કૌભાંડી બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ, સૌરાષ્ટ્રમાં પણ ફેલાવી હતી માયાજાળ- Gujarat Post | 2024-11-28 10:27:07