Thu,25 April 2024,1:19 pm
Print
header

ATMથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઇ ગયા તો ઉદાસ ન થાઓ, જાણો કેવી રીતે મળશે રિફંડ

નવી દિલ્હીઃ ઘણીવાર ATMમાં પૈસા ન રહેવાથી કે એટીએમમાં ખરાબી આવી જવાથી ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે.અને ઘણી વખત ટ્રાન્જેક્શન થઇ જાય છે.આવા સંજોગોમાં ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે બેન્ક એક નિર્ધારિત સમયની અંદર તમારા ખાતામાં રકમ જમા કરી દેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની એક જાહેર જાગરુકતા પહેલ અનુસાર, જો તમારુ એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે અને તમારા બેંક તમારા ખાતામાંથી કપાયેલા નાણાંને એક નિશ્ચિત સમય ગાળામાં પરત નથી કરતી તો તમને તેની ભરપાઇ મળશે. 

ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવા અંગે જાણો કેટલીક વાતો:

1) RBIએ કહ્યું કે બેન્કોએ આ પ્રકારની લેવડદેવડને પોતાની મેળે જ રિવર્સ કરવી જોઇએ. 

2) રિઝર્વ બેન્કે કહ્યું કે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય ત્યારે ગ્રાહક બેંક કે એટીએમમાં ત્વરીત ફરિયાદ નોંધે.

3) RBIના અનુસાર, એક અસફળ એટીએમ લેવડદેવડના કિસ્સામાં બેંકોએ અસફળ લેવડદેવડની તારીખથી 5 કેલેન્ડર દિવસની અંદર ગ્રાહકના ખાતામાં રૂપિયા ક્રેડિટ કરવા પડશે. 

4) કાર્ડ ઇશ્યૂ કરનારી બેન્કે અસફળ એટીએમ લેવડદેવડની તારીખથી 5 કેલેન્ડર દિવસોથી વધુ થવા પર પ્રતિદિન 100 રૂપિયાની ચુકવણી કરવી પડે છે. 

5) ગ્રાહક આ કિસ્સામાં પોતાની બેન્કનો સંપર્ક કરી શકે છે અને તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે. 

6) બેંકથી જવાબ મળ્યાના 30 દિવસની અંદર કે બેંકથી 30 દિવસની અંદર જવાબ ન મળવાની સ્થિતિમાં ગ્રાહક આ મુદ્દાને બેંકિંગ લોકપાલની પાસે લઇ જઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar