Sat,20 April 2024,8:15 pm
Print
header

આ હોમિયોપેથિક દવાના બે-ત્રણ ટીપાથી કોરોનાના દર્દીઓ વધારી શકે છે ઓક્સિજનનું લેવલ ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે પણ મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી. કોરોનાને લઈ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જે પૈકી કેટલીક ભ્રામક હોય છે. આવી જ એક ખબર હવે વાયરલ થઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે Carbo vegetabilis નામની હોમિયોપેથિક દવાના 2-3 ટીપાથી શરીરમા ઓક્સિજનનું લેવલ પૂરું કરી શકાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટચેકે ટ્વીટ કરીને લખ્યું આ દાવો બોગસ છે. શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. ત્યારે તમે પણ કોઇ પણ જાતની અફવામાં આવશો નહીં, શરીરમાં કોઇ તકલિફ થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જ હીતાવહ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch