Mon,09 December 2024,12:21 pm
Print
header

Fact Check: સિંહણનો આ વાયરલ વીડિયો ગુજરાતનો છેે, રાજસ્થાનના નામે વાઇરલ થઇ રહેલી પોસ્ટ પર વિશ્વાસ ન કરતા

Gujaratpost Fact Check: રોડ પર સિંહણના ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહોનું આ જૂથ રાજસ્થાનના ખેતડીમાં જોવા મળ્યું હતું.

ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકિંગની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો રાજસ્થાનનો નથી, પરંતુ ગુજરાતનો છે. ગુજરાતના ભાવનગરમાં લગભગ 10 દિવસ પહેલા સિંહોનું આ જૂથ જોવા મળ્યું હતું.

વીડિયો શેર કરતી વખતે ફેસબુક યુઝર સુરેન્દ્ર સૈની કાંકરિયાએ કેપ્શનમાં લખ્યું, સાવધાન, ખેતડી બસવાલ ગામ પાસે સિંહનું ટોળું જોવા મળ્યું.

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકિંગ ટીમે ઈન્વિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક કીફ્રેમ્સ એક્સટ્રેક્ટ કર્યા અને ગુગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યું. અમને આ વાઈરલ વિડિયો amarandamreli અને gujarat_wildlife_official ના ઈન્સ્ટાગ્રામ પેજ પર મળ્યો. આ વીડિયો 7 સપ્ટેમ્બર 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયો ભાવનગરના ગારિયાધાર ગામ પાસેના ભોરીંગડા ટીબીડી રોડનો છે. જ્યાં 4 સિંહણ અને બાળ સિંહો ફરતા જોવા મળ્યાં હતા. એક સ્થાનિક વ્યક્તિએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch