Sat,08 August 2026,9:35 pm
Print
header

Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય

  • Published By Panna Patel
  • 2026-07-12 15:41:22
  • /

મધ્યપ્રદેશઃ રીવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સનસનીખેજ વીડિયો અંગે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મધ્ય પ્રદેશના રીવામાં એક મહિલાએ કુહાડી વડે પોતાના પતિની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ગેસ સિલિન્ડરમાં ભરી દીધો હતો. જો કે, તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રીવામાં આવી કોઈ ઘટના બની નથી, તેમજ આ ઘટનાનો શહેર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.

પોલીસે જણાવ્યું કે વાયરલ થયેલા વીડિયોને સ્થાનિક ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી ફેલાવવામાં આવી રહ્યો છે. આવા બનાવટી વીડિયો સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે.

તેથી કોઈ પણ વીડિયો કે સમાચારની ખરાઈ કર્યા વિના તેને શેર કરશો નહીં. સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારી, બનાવટી કે અપ્રમાણિત સામગ્રી શેર કરનારાઓ સામે IT એક્ટ અને અન્ય જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ વાયરલ વીડિયો પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા ચકાસી લો. જો સોશિયલ મીડિયા પર કોઈ શંકાસ્પદ કે ભ્રામક સામગ્રી જોવા મળે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવી જોઈએ. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પણ વિનંતી કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch