Wed,19 February 2025,9:33 pm
Print
header

Fact Check: આ સાંપ્રદાયિક દાવો ખોટો છે, નોકરાણીનો જ્યુસમાં પેશાબ ભેળવતો વીડિયો થયો છે વાયરલ

Gujaratpost Fact Check: કુવૈતનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે, ઘરની નોકરાણીનો જ્યુસમાં પેશાબ ભેળવતો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટા સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. અમારી ફેક્ટ ચેક ટીમને જાણવા મળ્યું કે આ ઘટના એપ્રિલ 2016 માં બની હતી, જ્યારે એક કુવૈતી પરિવારે તેમની ઘરની નોકરાણીને તેમના જ્યુસમાં પેશાબ ભેળવતા પકડી હતી.

ફેસબુક પર આ વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે ઘરની નોકરાણી ફરીદા ખાતૂન હિન્દુ ઘરના માલિકને જ્યુસ આપતા પહેલા તેનો પેશાબ મિક્સ કરી રહી હતી, ત્યારે કેમેરામાં કેદ થઈ હતી. ઘરના માલિક સમાજવાદી પાર્ટીના નેતા છે. મારા પર વિશ્વાસ કરો, તમે તેમના માટે ફક્ત એક નાસ્તિક છો તેથી તમારી નોકર, કર્મચારી અને મદદગારને કાળજીપૂર્વક પસંદ કરો.

દાવાની ચકાસણી કરવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે વાયરલ વીડિયોની કીફ્રેમ સર્ચ કરી અને જાણવા મળ્યું કે આ ઘટના 2016માં કુવૈતમાં બની હતી.

અમને 26 એપ્રિલ 2016 ના રોજ સાઉદી અરેબિયન મીડિયા આઉટલેટ અખબાર 24 ની વેબસાઇટ પર પ્રકાશિત એક સમાચાર અહેવાલ મળ્યો. આ અહેવાલ મુજબ કુવૈતમાં એક નોકરાણી તેના માલિકના જ્યુસમાં પેશાબ ભેળવતા પકડાઈ હતી

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય નોકરાણીએ તેને રસોડામાં મદદ કરી અને તે ગયા પછી આરોપી નોકરાણીએ ગ્લાસમાં પેશાબ કરીને તેને જ્યુસમાં ભેળવી દીધું. આ વીડિયો અલ-શાહેદ ચેનલના દિવાન અલ-મુલ્લા કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો. ત્યારે આ વીડિયો જૂનો છે, જેથી તમારે પણ તેને પોસ્ટ કરવો જોઇએ નહીં.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch