(વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact Check News: ICC T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ (T20 world cup final 2024) મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને (India beat south Africa by 7 runs) હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા (social media) પર એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને રોહિત શર્મા (Rohit Sharma) વીડિયો કોલ દ્વારા વાત કરતા જોવા મળી રહ્યાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટી20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ ધોનીએ વીડિયો કોલ દ્વારા રોહિત શર્માને અભિનંદન પાઠવ્યાં હતા.
અમારા ફેક્ટ ચેકમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયો બે અલગ-અલગ વીડિયોને જોડીને બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માનો વીડિયો વર્ષ 2020નો છે, રોહિત શર્માએ ડેવિડ વોર્નર સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ પર વાતચીત કરી હતી. જ્યારે, મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો વર્ષ 2023નો છે, ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના CEOની દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી હતી. આ બંને વીડિયોને જોડીને હવે તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
1 જુલાઈના રોજ વાયરલ વીડિયો શેર કરતી વખતે, ફેસબુક યુઝર ફેક્ટ્સ ભાઈએ લખ્યું, ધોનીએ રોહિત શર્માને વર્લ્ડકપ માટે અભિનંદન આપ્યાં હતા. ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. રોહિત શર્માનો આ વીડિયો વર્ષ 2020નો છે, જેમાં રોહિત ડેવિડ વોર્નર સાથે વાત કરી રહ્યો છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો વર્ષ 2023નો છે. જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓની પુત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યો છે. ત્યારે તમે પણ આવા ખોટા વીડિયો વાઇરલ ન કરતા અને તેને પોસ્ટ પણ ન કરતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રાજા રઘવુંશી હત્યા કેસઃ સોનમ સવારમાં જ મારવા માંગતી હતી પતિ રાજાને પણ...Gujarat Post | 2025-06-11 09:17:09
FACT CHECK: રૂ. 21,000 નું રોકાણ કરીને દરરોજ રૂ. 60,000 કમાવવાનો વીડિયો, જાણો કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? | 2025-06-11 08:08:42
Fact Check: શું સરકાર પ્રધાનમંત્રી ફ્રી સ્કૂટી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને મફત સ્કૂટી આપી રહી છે? જાણો દાવાની સત્યતા | 2025-06-09 09:58:57
Fact Check: શું RBI 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે ? જાણો વાયરલ દાવાની સત્યતા | 2025-06-04 13:01:41
Fack Check: ભારતે અફઘાનિસ્તાન પર મિસાઈલ હુમલો નથી કર્યો, પાકિસ્તાનનો દાવો ખોટો, અફઘાન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન | 2025-05-10 17:33:06
Fact Check:પહેલગામ હુમલા પછી ભારતમાં ઉત્તરી આર્મી કમાન્ડરને હટાવવામાં નથી આવ્યાં, પાકિસ્તાનીઓનો ખોટો દાવો વાયરલ | 2025-05-01 14:36:37