Wed,15 July 2026,12:36 am
Print
header

Fack check: બરેલીમાં મોહરમના જુલુસમાં મુસ્લિમોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાંની વાતની આ છે સચ્ચાઇ

  • Published By Panna Patel
  • 2026-06-28 08:45:50
  • /

Fack check: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બરેલીમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યાં હતા. કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ યુવાનોએ વિસ્તારમાં શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા. જો કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બે યુવાનોએ જાણી જોઈને 11 વર્ષના બાળક પાસે આ નારા લગાવડાવ્યાં હતા. મોહરમના જુલુસમાં ભાગ લેનારા મુસ્લિમોએ આવા નારા લગાવ્યાં હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી.

આ ઘટના 21 જૂન, 2026 ની છે. બરેલીના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવતા હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ યુઝર્સે આ વીડિયોને શેર કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે બરેલીમાં મુસ્લિમ યુવાનોએ આ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા.

પોલીસે શું કહ્યું ?

ઘટનાનો વીડિયો સામે આવ્યાં પછી, પોલીસે આ મામલાની તપાસ કરી અને એક અલગ જ વાસ્તવિકતા શોધી કાઢી. બરેલીના નવાબગંજ વિસ્તારના સર્કલ ઓફિસર (CO) એ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે આ ઘટના 21મી તારીખે બની હતી. વાયરલ વીડિયો - જેમાં ખાઈખેડા ગામમાં (હાફિઝગંજ પોલીસ સ્ટેશનની હદ હેઠળ) મોહરમના વખતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યાં હતા.તપાસમાં ખુલાસો થયો કે યોગેન્દ્ર પાલ અને ભુનેશ કુમારે એક બાળકને આ નારા લગાવવા માટે ઉશ્કેર્યા હતા. બંને વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

11 વર્ષના બાળક દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. પોલીસે જણાવ્યું કે ખાઈખેડા ગામમાં સરઘસ દરમિયાન ઢોલ વગાડવામાં આવી રહ્યા હતા ત્યારે આરોપી યોગેન્દ્ર અને ભુનેશે તેમના જ સમૂદાયના 11 વર્ષના છોકરાને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાવ્યાં હતા. ત્યાર બાદ યોગેન્દ્રએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને વાયરલ કર્યો હતો. તપાસ બાદ, બંને વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે રવિવાર રાત્રે (21 જૂન) મોહરમ શોભાયાત્રા દરમિયાન લગાવવામાં આવેલા સૂત્રો યોગેન્દ્ર દ્વારા જ રચવામાં આવ્યાં હતા. તેની સામે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ ઘટના સંબંધિત FIRમાં, બાળકના પિતા રાકેશે આરોપ લગાવ્યો છે કે યોગેન્દ્ર અને ભૂનેશે તેમના પુત્રને પાકિસ્તાન તરફી નારા લગાવવા માટે ઉશ્કેર્યો હતો અનને તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. FIR મુજબ, પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનો કબૂલ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch