Tue,18 November 2025,6:51 am
Print
header

Fack Check: પહેલગામ હુમલા પછી ભારતથી પાકિસ્તાન જતા લોકોનો આ વીડિયો નથી, જાણો સત્ય

  • Published By
  • 2025-04-29 16:58:50
  • /

Gujaratpost Fack Check: પહેલગામ આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આવી સ્થિતિમાં આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે અને 27 એપ્રિલથી તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા છે, જ્યારે મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રાખ્યા છે. આ પછી, બધા પાકિસ્તાનીઓ પાછા જઈ રહ્યાં છે, બધા રાજ્યોની પોલીસ તેમને શોધવામાં અને પાછા મોકલવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ઘણા પાકિસ્તાનીઓ ભારતથી પાકિસ્તાન પાછા ફર્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના નિર્ણય પછી હજારો પાકિસ્તાનીઓ પાછા જઇ રહ્યાં છે. પરંતુ અમારી ફેક્ટ ચેકની ટીમમાં આ વીડિયો ખોટો હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકારે આદેશ આપતાની સાથે જ પાકિસ્તાની લોકો ભારતમાંથી ભાગી રહ્યાં છે, પોસ્ટમાં આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને કેપ્શન લખવામાં આવ્યું હતું કે પહેલગામ ઘટના પછી મોદી સરકારના આદેશ પર પાકિસ્તાની મુસ્લિમ લોકો ભારતમાંથી ભાગી રહ્યાં છે.

તપાસમાં શું મળ્યું ?

જ્યારે ગુજરાત પોસ્ટની ફેક્ટ-ચેક ટીમે આ વીડિયોની તપાસ શરૂ કરી, ત્યારે અમને આ વીડિયો ગેરમાર્ગે દોરનારો લાગ્યો. અમે પહેલા આ વીડિયોનો સ્ક્રીનશોટ લીધો અને તેને ગુગલ લેન્સ પર સર્ચ કર્યો અને પછી અમને ખબર પડી કે આ વીડિયો જૂનો છે, આ લોકો પાકિસ્તાની નથી પણ આ વીડિયો મુંબઈમાં થયેલા ઇજ્તેમાનો છે.

વીડિયોના મુખ્ય ફ્રેમ્સને રિવર્સ સર્ચ કરતાં, અમને ફેબ્રુઆરી 2025 ની એક ફેસબુક પોસ્ટ મળી, જેમાં કહેવામાં આવ્યું કે વીડિયો 3 ફેબ્રુઆરીનો છે અને લોકો મુંબઈના ખારઘર ઇજ્તેમામાંથી પાછા ફર્યા હતા, જે 2 ફેબ્રુઆરીની રાત્રે સમાપ્ત થયો હતો. અમને યુટ્યુબ પર આનાથી સંબંધિત બીજો એક વિડીયો પણ મળ્યો છે.

નિષ્કર્ષ શું છે ?

આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ વીડિયો જૂનો અને ભ્રામક છે, સોશિયલ મીડિયા યુઝરે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી આ કૃત્ય કર્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch