Wed,24 April 2024,11:43 pm
Print
header

સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરીને પૈસા પડાવતી રાજસ્થાનની ગેંગે ગુજરાતમાં અનેક લોકોને કર્યાં ટાર્ગેટ

લોકડાઉન દરમિયાન  ફેસબુકની અલગ અલગ ફેક આઇડીથી લાખો રુપિયા પડાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

અમદાવાદઃ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં છેલ્લાં ઘણા મહિનાઓથી ફેસબુક (facebook)અને સોશિયલ મીડિયાની અન્ય સાઇટની મદદથી પૈસા પડાવતી ગેંગ દ્વારા નવી મોડસ ઓપરેન્ડી (modus operandi) થી લોકોને શિકાર બનાવવામાં આવતા હોવાની અનેક  ફરિયાદો સાયબર ક્રાઇમમાં  થઇ છે.આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી એ હતી કે ફેસબુકમાં કોઇ મહિલાના નામે ફેક આઇડી બનાવીને ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ મોકલતા હતા બાદમાં થોડા સમય સુધી સામાન્ય વાત કરતા હતા અને અચાનક  મેસેન્જરમાં વીડિયો કોલ(Video call)કરીને એક યુવતી ન્યૂડ થઇ ગયા બાદ ચોક્કસ સેકન્ડમાં ફોન કટ કરી દીધા બાદ તે સ્ક્રીન શોટ લઇને બ્લેકમેઇલ કરતા હતા.

પહેલા તેઓ વોટ્સએપ નંબર મેળવી લેતા હતા. બાદમાં વીડિયો મોકલીને ટાર્ગેટ પાસેથી નાણાંની માંગણી કરવામાં આવતી હતી જો તે પૈસા આપવાની ના પાડે તો આ વીડિયો ફેસબુકના ફ્રેન્ડને મોકલવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતા હતા.આ  પ્રકારની ફરિયાદ સીઆઇડી ક્રાઇમને મળતા સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને તપાસ શરુ કરવામાં આવી હતી. 

પોલીસે ફેસબુક આઇપી એડ્રેસ અને મોબાઇલ લોકેશનના આધારે રાજસ્થાનના અલવર ખાતેથી ઉરસદખાન મેવ અને અંકુર આહુજાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછ અને મળેલા પુરાવાઓને આધારે પોલીસે તપાસ કરતા બંને આરોપીઓ અને અન્ય ગેંગના અન્ય મહિલાઓ સહિતના સાગરિતોએ ગુજરાતમાં 500 થી વધારે લોકોને ટાર્ગેટ કર્યાં હોવાનું અને લાખો રુપિયા પડાવ્યાનું બહાર આવ્યું છે. આ માટે તેમના બેંક એકાઉન્ટ અને ગુગલ પે તેમજ અન્ય પેમેન્ટ એપ્લીકેશનમાં આવેલા નાણાં અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓઓએ જણાવ્યું છે કે સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી ક્રાઈમ (CID Crime)ગાંધીનગર પ્રવર્તમાન સોશિયલ મીડિયાના જમાનામા આવા પ્રકારના બનાવ અટકાવવા અને તેને ડીટેક્ટ કરવા સક્ષમ છે અને હંમેશા તત્પર છે. કોઈ પણ વ્યકતિ સાથે આ પ્રકાર ના બનાવ બને તો તેની ફરીયાદ NCCRP PORTAl/cybercrime.gov.in  ઉપર નોધાવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch