અંબાજીઃ યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લગભગ 1 કરોડ 25 લાખ પેકેટ મોહનથાળના પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને ઈટ રાઈટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે.
ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ ઈટ રાઈટ પ્રસાદ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરાશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47
બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક રૂ. 4000 ની લાંચ લેતા ઝડપાયા, જન્મના દાખલા માટે લીધી હતી લાંચ | 2026-06-09 15:56:30