નવી દિલ્હીઃ ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને FSSAI દ્વારા બે મોટી કંપનીઓ સામે કડક નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી છે. FSSAI દ્વારા એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ લાલજી ગોધૂ એન્ડ કંપની વિરુદ્ધ મનાઈ હુકમ જારી કરવામાં આવ્યો છે. બંને કિસ્સામાં કમ્પાઉન્ડેડ હિંગ (મિશ્રિત હિંગ)ના નમૂના નિર્ધારિત ધોરણો મુજબના ન હોવાનું સામે આવ્યું છે.
FSSAIએ બંને મોટા મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ અને લાલજી ગોધૂની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બંને કંપનીઓના હિંગના સેમ્પલ તપાસમાં ગુણવત્તાના ધોરણો કરતાં નીચા સાબિત થતાં લેવાયો છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ માત્ર હિંગ પ્રોડક્ટ્સ પર જ લાગુ છે, કંપનીઓના અન્ય ઉત્પાદનો જેવા કે એગ કરી મસાલા, ચિકન કરી મસાલા કે ગરમ મસાલા પર કોઈ રોક લગાવવામાં આવી નથી.
આ તપાસ એક ગ્રાહકની ફરિયાદ બાદ શરૂ થઈ હતી, જેના પગલે સમગ્ર બજારમાં ઉપલબ્ધ હિંગ બ્રાન્ડ્સની તપાસ હાથ ધરાઈ હતી. એક ગ્રાહકે ચોક્કસ બ્રાન્ડની હિંગની ગુણવત્તા અંગે ફરિયાદ નોંધાવ્યાં બાદ FSSAIએ બજારની તમામ મોટી બ્રાન્ડ્સના નમૂના લેવાનું શરૂ કર્યું હતું.
The Food Safety and Standards Authority of India (FSSAI) has taken regulatory enforcement action under the Food Safety and Standards Act, 2006, issuing Prohibition Orders against M/s Everest Food Products Private Limited and M/s Laljee Godhoo and Company. pic.twitter.com/9kcjoaX2Sw
— ANI (@ANI) August 29, 2026
પ્રાથમિક લેબ રિપોર્ટમાં સામે આવ્યું કે એવરેસ્ટ અને લાલજી ગોધૂ બંને કંપનીઓની કમ્પાઉન્ડેડ હિંગ નિર્ધારિત ધોરણો પર ખરી ઊતરી નથી. ત્યાર બાદ મુંબઈ સ્થિત બંને કંપનીઓના સેન્ટ્રલ લાયસન્સ ધરાવતા એકમોમાંથી નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા. ઉપરાંત, ગુજરાતના ઉમરગામમાં આવેલી એવરેસ્ટના અન્ય એક યુનિટમાંથી પણ ગુજરાત રાજ્યના ખાદ્ય વિભાગ સાથે મળીને સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં તમામ સેમ્પલ હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું હતુ.
નિયમો અનુસાર, કમ્પાઉન્ડેડ હિંગ બનાવવા માટે અસલી હિંગને ગુંદર, સ્ટાર્ચ અને લોટ સાથે મિશ્ર કરવામાં આવે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછો 5 ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવો અનિવાર્ય છે. તપાસમાં બહાર આવ્યું કે આ કંપનીઓના ઉત્પાદનોમાં તેનું પ્રમાણ માત્ર 0 થી 3 ટકા જ હતું, એટલે કે અસલી હિંગ નિર્ધારિત માત્રા કરતાં આશરે 30 થી 40 ટકા ઓછી ઉમેરવામાં આવી રહી હતી.
ઉપરાંત, લાલજી ગોધૂના યુનિટમાંથી લેવામાં આવેલી અસલી હિંગની છ વેરાઇટીઓની પણ તપાસ કરવામાં આવી હતી. નિયમ મુજબ અસલી હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ 1 ટકાથી વધુ ન હોવું જોઈએ, પરંતુ તપાસમાં આ છ જાતોમાં સ્ટાર્ચનું પ્રમાણ 15 થી 32 ટકા સુધી મળ્યું છે, જે નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે છે.
આ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને FSSAI દ્વારા બંને કંપનીઓ પર વેચાણ પ્રતિબંધનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પગલું ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક સાવચેતીના ભાગરૂપે લેવાયું છે. સાથે જ બંને કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાની ભૂલ કેવી રીતે સુધારશે અને ભવિષ્યમાં ધોરણો મુજબ હિંગનું ઉત્પાદન કેવી રીતે કરશે તેની સ્પષ્ટતા કરે. કંપનીઓને બજારમાં મોકલાયેલો હલકી ગુણવત્તાનો જથ્થો સ્વેચ્છાએ પાછો મંગાવી લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26