Sat,20 April 2024,6:54 am
Print
header

એક્ટ્રેસ કંગના રનૌત સામે કર્ણાટકમાં નોંધાઈ ફરિયાદ, જાણો તમામ વિગતો

બેંગલુરૂ: બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે. કંગના રનૌત સામે ફરિયાદ નોંધાઈ તેની જાણકારી પોલીસ અધિકારીએ આપી છે.કંગના સામે તેના એક ટ્વિટને લઈને શુક્રવારે એક કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.તુમકુરૂના પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે વકીલ રમેશ નાઈક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર ક્યાથા સંદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષકને કંગના રનૌત સામે પ્રાથમિક ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.

કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તાએ સીઆરપીસીની કલમ 156(3) મુજબ ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ હાલમાં જ લાગુ કરવામાં આવેલા કૃષિ બિલના સંબંધમાં એક ટ્વિટ કર્યું હતું.

અભિનેત્રીએ આ ટ્વિટને રીટ્વિટ કરતા કહ્યું હતું, 'પ્રધાનમંત્રી જી, કોઈ સુઈ રહ્યું હોય તેને જગાવી શકાય છે, જેમને ગેરસમજ હોય તેને સમજાવી શકાય પરંતુ જે લોકો સુવાનું નાટક કરે, ન સમજવાનું નાટક કરે તેને તમારા સમજાવવાથી શુ ફર્ક પડશે ? આ એજ આતંકી છે. સીએએથી એક પણ વ્યક્તિની નાગરિક્તા નથી ગઈ પરંતુ એમણે લોહીની નદીઓ વહેતી કરી દીધી છે.'

રમેશ નાઈકે કહ્યું આ ટ્વિટથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે, ત્યાર બાદ તેણે અભિનેત્રી કંગના રનૌત સામે પ્રાથમિક ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch