Tue,16 April 2024,10:34 am
Print
header

ચીનની જાસૂસી હરકતો પર દર 10 કલાકમાં એક કેસ, અમેરિકન ગુપ્તચર એજન્સી FBIનો ખુલાસો

વોશિંગ્ટન: ચીન અને અમેરિકા વચ્ચે અંતર વધી રહ્યું છે. દરરોજ કોઇક નવા મુદ્દે અમેરિકા કોરોના ફેલાવનારા ચીનને ઘેરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ ચીનની ચાલબાજી અંગે મહત્ત્વના ખુલાસા કર્યા છે.એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ હડસન ઈન્સ્ટિટ્યુટનાં કાર્યક્રમમાં કહ્યું કે, ચીન અમેરિકા માટે સૌથી મોટું જોખમ છે.અમે દર 10 કલાકમાં ચીનની જાસુસી હરકતો સાથે જોડાયેલો ઓછામાં ઓછો એક કેસ નોંધી રહ્યાં છીએ.અત્યારે દેશમાં જાસુસીનાં 5 હજાર કેસ છે, જેમાંથી 50% ચીન સાથે જોડાયેલા છે.

ચીન સરકારે ‘ફોક્સ હન્ટ’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં તે વિદેશમાં રહેતા એવા ચીની નાગિરકોને નિશાન બનાવી રહ્યું છે, જે તેના રાજકીય હરીફ, ટીકાકાર કે ચીનમાં ચાલુ માનવાધિકાર આંદોલનને જાહેર કરવા માંગતા હોય. ચીન તેમને જબરદસ્તીથી પાછા બોલાવવા માગે છે.એક કેસમાં તે ‘ફોક્સ હન્ટ’ ટાર્ગેટ શોધી ના શક્યું તો તેણે અમેરિકાનાં એક પરિવાર સુધી દૂત મોકલ્યો હતો. દૂતે પરિજન દ્વારા ચીની નાગરિક સુધી સંદેશો મોકલતા કહ્યું કે, તે ચીન પાછો ફરે કે આત્મહત્યા કરી લે.

ક્રિસ્ટોફરે જણાવ્યું કે, ચીન અમેરિકાની કોરોના સામેની શોધને નબળી પાડવાના પ્રયાસ કરી રહ્યું છે. તેણે પોતાની અનેક એપ આર્થિક જાસુસી માટે લગાવી છે. ચીન ડેટા, પૈસા ચોરી રહ્યું છે.તે લાંચ અને બ્લેકમેઈલિંગ દ્વારા અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરવાનાં પ્રયાસ કરી રહ્યું છે.આ રીતે ચીન સુપરપાવર બનવાનાં પ્રયાસ કરી રહ્યું છે. ચીનના આ જોખમ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું હતું કે, અમેરિકામાં ચીનમાં બનેલી અનેક એપ બેન કરવા પર વિચારણા ચાલે છે, જેમાં ટિકટોક પણ સામેલ છે. અમે તમને જણાવી દઇએ કે અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ પહેલા અનેક વખત કોરોના ફેલાવનાર ચીન સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યાં છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch