FACT CHECK: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવા વિશ્વના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો AI- જનરેટેડ સેલ્ફી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને 2026 ના BRICS સમિટમાં લેવાયેલા વાસ્તવિક ફોટા તરીકે શેર કરવામાં આવી રહ્યો છે. GUJARATPOST એ તપાસ કરી અને જાણવા મળ્યું કે આ ફોટા સાચો નથી.
આ ફોટા OpenAI ના AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. BRICS સમિટ એક વાર્ષિક કાર્યક્રમ છે જેમાં સભ્ય દેશોના પ્રતિનિધિમંડળો હાજરી આપે છે. આ વર્ષે આ સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા શાઝિયા ઇલ્મી સહિત ઘણા નેતાઓએ PM મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા અને વિપક્ષી નેતાઓને નિશાન બનાવતા આ ફોટો પોસ્ટ કર્યા હતા.
જો કે, શાઝિયા ઇલ્મીએ પાછળથી પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આર્કાઇવ લિંક દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસના X હેન્ડલ પરથી પણ આવો જ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફોટામાં પીએમ મોદીને અન્ય નેતાઓ સાથે દર્શાવવામાં આવ્યાં હતા.જેમાં વર્તમાન ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફત્તાહ અલ-સીસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઇથોપિયન વડાપ્રધાન અબી અહેમદનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનું મે 2024 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. GUJARATPOST એ શોધી કાઢ્યું કે પ્રથમ ફોટામાં ભૂતપૂર્વ ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનો સમાવેશ થાય છે, જેમનું 20 મે, 2024 ના રોજ અઝરબૈજાન સરહદ નજીક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
2026 ના BRICS સમિટમાં તેમની હાજરી અસંભવિત છે. OpenAI નો ઉપયોગ કરીને ફોટો બનાવવામાં આવ્યો હતો. તેની પુષ્ટિ કરવા માટે, અમે OpenAI ના ફોટો ચકાસણી સાધનનો ઉપયોગ કરીને ફોટો તપાસ્યો. તપાસમાં બહાર આવ્યું કે બંને તસ્વીરોમાં OpenAI નો SynthID વોટરમાર્ક છે, જે દર્શાવે છે કે બંને ફોટા OpenAI ના AI ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11
FACT CHECK: શું બેંક કર્મચારીઓને 5 દિવસ કામ કરવાની માંગણીને મંજૂરી મળી ગઈ છે ? આ વાયરલ દસ્તાવેજ નકલી છે | 2026-10-03 09:38:54
Fact check: રાહુલ ગાંધીના નાસ્તાના ટેબલથી ખડગે અલગ બેઠા હોવાના દાવા સાથેનો એડિટ કરેલો ફોટો વાયરલ | 2026-09-19 09:56:58
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
FACT CHECK: નિહંગ જૂથ અને પોલીસ વચ્ચેની અથડામણનો આ વીડિયો CJP ના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત નથી | 2026-07-28 09:33:01