Sat,20 April 2024,1:34 am
Print
header

કરાચીમાં બિલ્ડિંગમાં બ્લાસ્ટ, 3ના મોત અને 15 લોકો ઘાયલ થયા, 24 કલાકમાં બીજો બ્લાસ્ટ

કરાચીઃ પાકિસ્તાનમાં હવે હાલત સામાન્ય રહ્યાં નથી. પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર ઠેર હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સેના અને સરકાર સામે લોકોનો ગુસ્સો ઉભરી આવ્યો છે. તેવામાં કરાચીમાં ગૃહ યુદ્ધની અફવા સોશિયલ મીડિયામાં ઉઠી છે.કરાચીથી મોટા સમાચાર સામે આવ્યા છે. કરાચીમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ બ્લાસ્ટમાં 3 લોકોનાં મોત અને 15 લોકોને ઈજા પહોંચી છે. ઘટના ગુલશન-એ-ઈકબાલ ક્ષેત્રમાં સવારે 10 વાગ્યે થઈ. ડોન ન્યુઝના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બે દિવસ પહેલા એક બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો.

બોમ્બ બ્લાસ્ટની શંકા

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બ્લાસ્ટના અવાજ પરથી પ્રારંભિક તબક્કે બોમ્બ બ્લાસ્ટ થયા હોવાની શંકા છે. રેન્જર્સ અને પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્લાસ્ટ બીજા માળે થયો છે.

500 મીટર દૂર સુધી કાટમાળ વિખેરાયો

વિસ્ફોટ પછી સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે જે ઘરમાં વિસ્ફોટ થયો છે ત્યાંનો સામાન અને થોડાક લોખંડના ટુકડા લગભગ 500 મીટર દૂર સુધી વિખેરાયેલા જોવા મળ્યા હતા. કરાચીમાં હિંસાનો ઈતિહાસ રહ્યો છે.ગત મહિને અહીંયા શિયા અને સુન્ની સુમદાય વચ્ચે અથડામણ થઈ હતી.વડાપ્રધાન ઈમરાન ખાને તેને બીજા દેશોનું કાવતરું ગણાવ્યું હતું. હવે ઇમરાન સરકાર સામે વિરોધ ઉઠી રહ્યો છે, જેને દબાવી દેવા ઇમરાન અને સેના સક્રિય થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch