નવી દિલ્હીઃ ચંદીગઢમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ક્ટર-37 સ્થિત ભાજપ કાર્યાલયની બહાર ધડાકો થતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને તપાસ હાથ ધરી છે, સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે.
મળતી વિગત પ્રમાણે, સાંજે લગભગ 5 વાગ્યે સેક્ટર-37 સ્થિત પંજાબ ભાજપ મુખ્યાલયની બહાર આ ધડાકો થયો હતો. બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં જોરદાર ધડાકો થયો હતો. સદનસીબે આ ધડાકામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાજપ કાર્યાલયની અંદર પણ કોઈ નુકસાન થયું નથી.
#WATCH | Chandigarh: A suspicious explosion was heard outside the Punjab BJP Office in Chandigarh's Sector 37.
— ANI (@ANI) April 1, 2026
The CFSL Team and Chandigarh Police officials have arrived on the spot. More details awaited. pic.twitter.com/4x8BanMXVu
ચંદીગઢના એસએસપી (SSP) અને આઈજી (IG) પુષ્પેન્દ્ર કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સ્કૂટી કોની હતી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમ પણ હાજર છે અને નમૂનાઓ એકત્ર કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40