Mon,09 December 2024,11:55 am
Print
header

ભ્રષ્ટાચારનો મોટો ખેલ... સુરત મહાનગરપાલિકાના કાર્યવાહક ઈજનેર સસ્પેન્ડ

ખાનગી કંપનીને કરાવ્યો મોટો ફાયદો, સરકારને કરાવ્યું મોટું નુકસાન

સુરતઃ મહાનગર પાલિકાના કાર્યકાર્યવાહક ઈજનેર કેતન દેસાઈને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સુરતના ઔદ્યોગિક વિસ્તારની ટેન્ડર પ્રક્રિયામાં તેમને મોટું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે. આરોપ છે કે કેતન દેસાઈએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે 900 કરોડનું ટેન્ડર 1600 કરોડમાં આપ્યું.

Mou વિના ટેન્ડર ખોલીને ભાવતાલ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષમાં 1 હજાર કરોડના પ્રોજેક્ટનું કોસ્ટિંગ 1800 કરોડ સુધી લઇ જવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે સુરત મહાનગર પાલિકાના કાર્યકારી ઈજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. MLA વિનુ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરી હતી.

કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા મામલે MLA વિનુ મોરડીયાએ નિવેદન આપતા કહ્યું કે પાણીના આ આખા કૌભાંડની તપાસ ACB માં થવી જોઈએ,મોરડીયા SMC અધિકારી સાથ મુખ્ય સીટી ઈજનેર અક્ષય પંડ્યાની શંકાસ્પદ ભૂમિકા છે. તેની પણ તપાસ થવી જોઇએ અને અધિકારીની આવક અને મિલકતોની તપાસ થવી જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch