Mon,09 December 2024,12:52 pm
Print
header

છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા

છોટાઉદેપુરઃ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ ફરિયાદી પાસે તળાવના કામના બિલ મંજૂર કરવા માટે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી.

ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા હોવાથી તેમને તળાવ સુધારણા 2022- 23 યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધનીયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવના કામ કોન્ટ્રાક્ટથી રાખ્યા હતા. બંને તળાવના કામ ફરિયાદીએ પૂર્ણ કરી દીધા હતા. જે બંને તળાવના કામો પૈકી ધનીયા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા 2,52, 000 ફરિયાદીને ચૂકવી દીધેલા અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા 1,00,000 નું બિલ બાકી હતું.

જે લીંડા ટેકરા ગામના તળાવના રૂપિયા 1 લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયેલા ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી અને ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મુક્યાં હતા. બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડિલે કર્યું હતું. જેથી આ કામના ફરિયાદીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્ય પાલક ઇજનેર અમિત મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળ્યાં હતા.

આરોપીએ ધનીયા ઉમરવા ગામના તળાવના રૂપિયા 50,000 તથા લિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા 1 લાખ મળી કુલ ₹1,50,000 ની લાંચ પેટે માંગણી કરી હતી. જેમાં આરોપી અમિત મિશ્રા ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વીકારતા ગુરુકૃપા વિસ્તારમાં તેમના ભાડાના નિવાસ સ્થાને એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch