Wed,16 September 2026,3:34 pm
Print
header

TMC કાર્યાલયમાંથી પૂર્વ ડેપ્યુટી સ્પીકરનો મૃતદેહ મળ્યો: મમતા સરકારમાં સંભાળ્યાં હતા મહત્ત્વના વિભાગો

  • Published By
  • 2026-08-16 09:25:32
  • /
  • પાંચ વખત જીત્યા હતા ચૂંટણી
  • તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને રામપુરહાટથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસ નેતા આશીષ બેનર્જી રવિવારે સવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટ સ્થિત પાર્ટી કાર્યાલયમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતા. પોલીસના જણાવ્યાં અનુસાર, તેમનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મમતા બેનર્જી સરકારમાં ડેપ્યુટી સ્પીકર ઉપરાંત શિક્ષણ અને કૃષિમંત્રી પણ રહી ચૂક્યા હતા. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધ્રુબા સાહા સામે તેમનો પરાજય થયો હતો.

બીરભૂમ પોલીસે જણાવ્યું કે આશીષ બેનર્જીનો મૃતદેહ પાર્ટી કાર્યાલયમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આશીષ બેનર્જી એ સમયે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર હતા જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. 

તેમણે પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન પાર્ટીમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. આશીષ બેનર્જી રામપુરહાટ વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ધ્રુબા સાહા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આશીષ બેનર્જી રામપુરહાટના હત્તલાપારા વિસ્તારમાં રહેતા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતાં જ તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં પાર્ટી કાર્યાલય બહાર ભેગા થઈ ગયા હતા.આશીષ બેનર્જીએ મમતા બેનર્જી પ્રથમ વખત સત્તામાં આવ્યાં ત્યારે રાજ્ય સરકારમાં શિક્ષણ અને કૃષિમંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી. લાંબી રાજકીય સફર દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં સામેલ રહ્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch