Tue,29 April 2025,12:03 am
Print
header

મુસ્લિમોના અત્યાચારો ભૂલવાના નથી, સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન

સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છેઃ નીતિન પટેલ

મંદિરો તોડીને મસ્જીદો બનાવી દેવામાં આવીઃ નીતિન પટેલ

કડીઃ આજે સિંધીઓ ભાઇઓનાં નવા વર્ષ ચેટીચાંદની ઉજવણી થઇ રહી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અવસર પર કડીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું જે મહોલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા  30 જેટલા પરિવારો રહેતા હતા. નવી પેઢીને તો ઘણું બધું ખબર જ નથી, આ સિંધી શબ્દ પહેલા ન હતો, પહેલા વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડ્યા ત્યારે તમે બધા દેશભક્તિથી પ્રેરાઈ પાકિસ્તાન છોડી આપણા ભારતની પવિત્ર ભૂમિમાં આવ્યાં,પાકિસ્તાનના મુસલમાનો ત્રાસ અને અત્યાચાર, મુસલમાનો આપણી બહેન-દીકરીઓ ઉપરની ખરાબ નજર રાખે, તે બધું તમે જોયું છે.

આ બધું છોડી તમે બધા પહેરેલા કપડે અહીં આવ્યાં હતા. તમે બધા ગરીબ ન હતા. આજે સિન્ધ પ્રાંત કહેવામાં આવે છે તે સિંધ પ્રાંતમાં સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા. આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા. પણ, કમનસીબે 1947માં ભાગલા પડ્યાં એ પછી સિંધીભાઈઓને પણ બીજા સમાજની જેમ સ્થળાંતર કરવું પડ્યું હતું.
એ વખતે તમે લોકો એ જમાનાની લાખો રૂપિયાની મિલકત પાકિસ્તાનમાં મૂકી દીધી. તમે લોકોએ મુસલમાનોના અને પાકિસ્તાનીઓના અત્યાચારથી બચવા માટે અને બહેન-દીકરીઓની ઈજ્જત બચાવવા માટે લાખો રૂપિયાની જમીન, મકાનો બધું મૂકી ભારતમાં આવ્યાં હતા.

નીતિન પટેલે જણાવ્યું કે, સિંધી કોઈ ધર્મ નથી એ ભારતના હિન્દુનો ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. પહેલાં સિંધી શબ્દ ન હતો નિરાશ્રિત કહેતા હતા. ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો ભારત આવ્યા હતા. એટલું જ નહિ તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનમાં મુસલમાનો એ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી, તેમનું ભૂત ગમે ત્યારે એને ગમે ત્યાં ધુણે છે. હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધુણ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch