Wed,16 July 2025,7:23 pm
Print
header

Fact Check: પૂર્વ સીએમ વિજય રૂપાણીનો આ ફોટો અંતિમ ફોટો નથી, વર્ષ 2021 નો ફોટો છેલ્લો હોવાનું કહીને વાઇરલ કરાયો છે

  • Published By Mahesh patel
  • 2025-06-13 12:55:21
  • /

પૂર્વ સીએમનો આ ફોટો હાલનો નથી, વર્ષ 2021 નો ફોટો થઇ રહ્યો છે વાઇરલ 

ખોટી માહિતી સોશિયલ મીડિયા પર ચલાવાઇ રહી છે 

Fact Check: એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મુસાફરો સહિત 265 લોકોએ જીવ ગુમાવ્યાં છે, મૃતકોમાં ભાજપની વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નામ પણ છે, તેમના મોતના સમાચારથી તેમનો પરિવાર અને ભાજપના નેતાઓમાં શોકની લાગણી છે, આ દુર્ઘટના વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિજય રૂપાણીનો અંતિમ ફોટો છે. તેઓ લંડન જઇ રહ્યાં હતા અને તેમનું મોત થયું છે.

ગુજરાત પોસ્ટ ન્યૂઝની ફેક્ટ ચેક ટીમે આ ફોટો ગુગલમાં સર્ચ કર્યો અને ફોટો મુકનાર વ્યક્તિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યા અને તેને લઇને કેટલાક તથ્યો શોધ્યાં તો જાણવા મળ્યું કે આ ફોટો વર્ષ 2021 નો છે અને એક મહિલાએ પ્લેનમાં આ ફોટો લીધો હતો.

Fact Check: લીના નામની આ મહિલાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ ફોટો 12 જૂન, 2021નો છે જ્યારે તેઓ અને રૂપાણી એક જ ફ્લાઇટમાં હતા. ત્યારે આ ફોટો ખોટી રીતે હાલનો હોવાનો કહીને વાઇરલ કરવામાં આવી રહ્યો છે, જેથી તેની સામે સાવધાની રાખવી જોઇએ.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch