અમરેલીઃ ગુજરાતના રાજકારણમાં અત્યારે ખેંચતાણનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે આપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીના રાજકીય ભવિષ્ય અંગે કરેલી આગાહીએ ચર્ચા જગાવી છે.
પ્રતાપ દુધાતે દાવો કર્યો છે કે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે વિખેરી નાખશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયા પોતે જ ઝાડુ મારીને પક્ષ સાફ કરી નાખશે અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. તાજેતરમાં રાજીનામું આપનાર ખેડૂત નેતા રાજુ કરપડાની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી વખતે જેઓ મોટા નિવેદનો આપતા હતા, આજે તેમની હાલત જનતાની સામે છે.
ટૂંક સમયમાં ઈસુદાન ગઢવીનો પણ રાજકીય ભોગ લેવાશે. પ્રતાપ દુધાતે જનતાને આ રાજકીય ખેલ સમજવા માટે અપીલ કરી છે. તેમના મતે આપના નેતાઓ જે રીતે એક પછી એક પક્ષ છોડી રહ્યાં છે અથવા ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે, તે પૂર્વ-આયોજિત રમત છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20