ગાંધીનગર: યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની જાળવણીના મહત્વને પ્રોત્સાહન આપવા દર વર્ષે 19મી નવેમ્બરથી 25મી નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઐતિહાસિક વારસાના સ્થળોને પ્રોત્સાહન આપવા માટે આ સપ્તાહનું આયોજન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સહયોગથી કરવામાં આવે છે. આ વર્ષની થીમ વિવિધ સાંસ્કૃતિક વારસાના મહત્વને ઉજાગર કરતી વિવિધતાની શોધ અને અનુભવ કરવાની છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ એવા ગુજરાતમાં અનેક મુખ્ય હેરિટેજ સ્થળો છે, જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાત પ્રવાસન વિભાગના ડેટા અનુસાર વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોની મુલાકાત લીધી છે, જે ગુજરાતના પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ઐતિહાસિક વારસાના સ્થળોને આકર્ષક અને સુવિધાજનક બનાવવા માટે રૂ. 428 કરોડથી વધુના ખર્ચે વિકાસના કામો શરૂ કર્યા છે. તેમાં રાત્રિ પ્રવાસની દિશામાં લાઈટ એન્ડ શો જેવી આકર્ષક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જે પ્રવાસીઓને વિશેષ અનુભવ પ્રદાન કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ એવા વડનગર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વડનગરમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 70 કરોડનો ખર્ચ કરીને પાયાની અને આધુનિક પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 2023-24માં પ્રવાસીઓની સંખ્યા ત્રણ ગણી વધીને લગભગ 7 લાખ થઈ છે, જ્યારે 2022-23માં આ સંખ્યા માત્ર 2.45 લાખ હતી.
185 કરોડના ખર્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા ધોળાવીરા ખાતે પણ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ફેઝ-1 અંતર્ગત રૂ. 76 કરોડનું કામ ચાલી રહ્યું છે. ધોળાવીરામાં પ્રવાસીઓની સંખ્યા 2023-24માં બમણીથી વધીને 2.32 લાખ થઈ હતી, જ્યારે 2022-23માં આ સંખ્યા 1.41 લાખ હતી.
ગુજરાતના અન્ય ઐતિહાસિક સ્થળો જેવા કે મોઢેરાનું સૂર્ય મંદિર, રાની કી વાવ અને અડાલજ કી વાવમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ સ્થળોએ અનુક્રમે રૂ. 20 કરોડ, રૂ. 18 કરોડ અને રૂ. 5 કરોડનો ખર્ચ કરીને પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 2023-24માં આ સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો, જે 2022-23ના આંકડા કરતાં વધુ હતો.
ગુજરાત સરકારે રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓની જાળવણી પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું 74 કરોડના ખર્ચે પુનઃનિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલીના રાજમહેલ અને લખપતના કિલ્લાને 21 કરોડ અને 25 કરોડના ખર્ચે ફરીથી બનાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારના આ પ્રયાસોને કારણે રાજ્યના ઐતિહાસિક વારસાના સ્થળોને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. આ વિકાસ કામો પ્રવાસીઓને બહેતર અનુભવ તો આપશે જ પરંતુ રાજ્યની આર્થિક સ્થિતિ પણ મજબૂત કરશે. ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમના આ નવા યુગ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય ટૂંક સમયમાં દેશના અને વિશ્વના મુખ્ય હેરિટેજ પર્યટન સ્થળોમાં એક વિશિષ્ટ સ્થાન બનાવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના સીઈઓ ઝાલાને જામીન મળશે કે નહીં? - Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે 2 કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોના મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ આવ્યા, 30 હજાર ડોલરની માંગણી | 2024-12-09 09:22:10
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59