વોશિંગ્ટનઃ ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક તથા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ પૈકીના એક એલન મસ્કને નોબેલ શાંતિ પુરસ્કાર મળી શકે છે. તેમને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. ગ્રિમ્સે જણાવ્યું હતું કે, મસ્કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિની શોધના મૂળભૂત માનવ અધિકારની સતત હિમાયત કરી છે. તેમને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવી શકે છે.
યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય બ્રાન્કો ગ્રિમ્સે 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે એલોન મસ્કને નામાંકિત કર્યા છે. એલન મસ્ક વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે અને ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક છે. ગ્રિમ્સના જણાવ્યાં અનુસાર, આ નામાંકન અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં એલન મસ્કના પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનની માન્યતામાં છે.
એલન મસ્કના નોમિનેશનના આ સમાચાર પછી તેમના સમર્થકોમાં ઉત્સાહ છે. એક યુઝર્સે લખ્યું, અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવાના તેમના પ્રયાસોની માન્યતામાં, મસ્કને 2025 નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યાં છે
નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ છે. નામાંકનની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે, નામાંકન મૂલ્યાંકન માટે ફેબ્રુઆરીમાં નોબેલ સમિતિને યાદી સુપરત કરવામાં આવે છે. ત્યારબાદ સમિતિ માન્ય નામાંકનની સમીક્ષા કરે છે અને વધુ તપાસ માટે ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
સીરિયામાં ISIS પર અમેરિકાનો મોટો હુમલો, ડઝનબંધ ઠેકાણાઓનો નાશ કર્યો | 2026-01-11 09:54:10
અમેરિકાના 500 ટકા ટેરિફની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ:અમે અમારી નીતિ બદલીશું નહીં | 2026-01-09 20:02:44
અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 6 ઘાયલ થયા | 2026-01-08 16:01:10
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03