Tue,29 April 2025,12:47 am
Print
header

ઇલોન મસ્કે Xનો 33 બિલિયન ડોલરમાં કર્યો સોદો, જાણો કેમ લીધું આ પગલું- Gujarat Post

વોશિંગ્ટન ડીસીઃ ટેક જાયન્ટ અને અબજોપતિ ઇલોન મસ્કે સોશિયલ સાઇટ X વેચી દીધી છે. મસ્કે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની Xe AI સાથે $33 બિલિયનમાં સોદો કર્યો છે.

મસ્કે X પર લખ્યું કે આ પગલું X AI ની અદ્યતન AI ક્ષમતાઓ અને કુશળતાને લાખો લોકો સુધી પહોંચાડશે. આ સોદામાં Xai નું મૂલ્ય US$80 બિલિયન અને X નું મૂલ્ય US$33 બિલિયન આંકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ ત્યારથી, XAI ઝડપથી વિશ્વની અગ્રણી AI લેબોરેટરીમાંની એક બની ગઈ છે.  

મસ્કે કહ્યું કે X, AI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. એકએઆઈ એક્સ માટે 45 અબજ ડોલરની ચૂકવણી કરશે. જે મસ્ક દ્વરા 2022માં કરવામાં આવેલી ચૂકવણી કરતા થોડી વધારે છે. આ તો ફક્ત શરૂઆત છે. તમારી સતત ભાગીદારી અને સમર્થન બદલ આભાર.

મસ્કે 2022માં 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. જે બાદ તેમાં કામ કરી રહેલા કર્મચારીઓને છૂટા કર્યા હતા અને નફરત ફેલાવતા ભાષણ, ખોટી સૂચના અને ઉપયોગકર્તાની વિશ્વસનીય નીતિને બદલી હતી. તેમજ ટ્વીટરનુ નામ બદલીને X કર્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch