વોંશિગ્ટનઃ વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે હવે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ વાત ત્યારે કહી હતી જ્યારે તેમનો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંઘર્ષ થયો હતો. મસ્કે X પર એક પોલ કરાવ્યું જેમાં પૂછવામાં આવ્યું કે શું અમેરિકાને નવા રાજકીય પક્ષની જરૂર છે. આ મતદાનમાં 56 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને 80 % લોકોએ કહ્યું કે હા, એક નવી પાર્ટીની જરૂર છે. પરિણામો શેર કરતા મસ્કે લખ્યું, લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. અમેરિકાને એક નવી પાર્ટીની જરૂર છે જે 80% લોકોનો અવાજ બને.
એલોન મસ્કે લોકોના પોલનો જવાબ આપતા લખ્યું, ધ અમેરિકા પાર્ટી
મસ્કની આ જાહેરાત તાજેતરમાં તેમના અને ટ્રમ્પ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યાં બાદ આવી છે. મસ્કે ટ્રમ્પ સરકારના વન બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી હતી, જેને તેઓ ઘૃણાસ્પદ બિલ કહે છે.
આ બિલમાં સરકારી ખર્ચ યોજનાનો સમાવેશ થાય છે, જેમાં $2.4 ટ્રિલિયનની ખાધ જાહેર કરવામાં આવી છે. મસ્કે આની સખત ટીકા કરી અને પછી 30 મેના રોજ, તેમણે તેમના પદ પરથી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના ચીફ પદ પરથી રાજીનામું આપ્યું છે.
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મિત્રતામાં તિરાડ
મસ્ક અને ટ્રમ્પ વચ્ચેના સંબંધો પહેલા ખૂબ સારા હતા. મસ્કે 2024ની ચૂંટણીમાં ટ્રમ્પના સમર્થનમાં $220 મિલિયનથી વધુ આપ્યાં હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
ગુરુવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ મસ્કની ટિપ્પણીઓથી આઘાત અને નિરાશ થયા છે. તેમણે કહ્યું, એલોન સાથે મારા સંબંધો ખૂબ સારા હતા. મને ખબર નથી કે આપણા સારા સંબંધો ચાલુ રહેશે કે નહીં. તેમણે મારા વિશે ખૂબ સારી વાતો કહી, પણ હું તેમનાથી ખૂબ ગુસ્સે છું. મેં તેમને ખૂબ મદદ કરી.
ટ્રમ્પના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે તણાવ વધી ગયો છે. મસ્ક દ્વારા નવી પાર્ટીની વાતથી અમેરિકાના રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. મસ્કે તેમની નવી પાર્ટીનું નામ ધ અમેરિકા પાર્ટી રાખવાનો સંકેત આપ્યો છે, જે તેમના મતે 80% લોકોનું પ્રતિનિધિત્વ કરશે.
The America Party https://t.co/hO5S8Kjb5O
— Elon Musk (@elonmusk) June 6, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post | 2025-06-04 20:04:25
રાહુલ ગાંધી ફરી પીએમ મોદી પર વરસ્યાં, ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ મોદીએ સરેન્ડર કેમ કર્યું ? | 2025-06-03 19:32:32
જીગ્નેશ મેવાણીએ એવું તો શું લખ્યું કે કોંગ્રેસના નેતાઓમાં મચી ગયો ખળભળાટ- Gujarat Post | 2025-06-01 08:59:39
વડોદરા, ભૂજ અને અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો રોડ શો - Gujarat Post | 2025-05-27 10:45:13
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત | 2025-06-15 07:52:19
ભયંકર યુદ્ધ... ઈરાને ઈઝરાયલ પર છોડી 150 મિસાઈલ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું મોત - Gujarat Post | 2025-06-14 10:51:55