Sat,20 April 2024,1:14 pm
Print
header

રાજ્યસભાની 6 બેઠકો માટે 4 ઓક્ટોબરે મતદાન, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગુરુવારે 6 રાજ્યસભા બેઠકો માટે પેટાચૂંટણી (Bypoll) ની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર તમિલનાડુની બે અને પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એક -એક બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ પોંડુચેરીમાં રાજ્યસભાની બેઠક માટે પણ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યસભાની આ તમામ 6 બેઠકો માટે 4 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે બિહાર વિધાન પરિષદની એક બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થશે, ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર, પોંડુચેરીની રાજ્યસભા બેઠક માટે દ્વિવાર્ષિક ચૂંટણી થશે, જે વર્તમાન સાંસદ એન ગોકુલકૃષ્ણનની નિવૃત્તિને કારણે ખાલી પડશે, સાંસદ એન ગોકુલકૃષ્ણન 6 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યાં છે.

રાજ્યસભાની ચૂંટણીને લગતી તારીખો

15 સપ્ટેમ્બર 2021- ચૂંટણી પંચ જાહેરનામું બહાર પાડશે

22 સપ્ટેમ્બર 2021 – નોંધણી કરવાની છેલ્લી તારીખ

23 સપ્ટેમ્બર 2021- નોમિનેશનની ચકાસણી કરવામાં આવશે

27 સપ્ટેમ્બર 2021 – નોમિનેશન પરત ખેંચવાની છેલ્લી તારીખ

04 ઓક્ટોબર 2021 – મતદાન

મતદાનનો સમય- સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી

04 ઓક્ટોબર 2021- સાંજે 5 વાગે મત ગણતરી કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચના જણાવ્યાં અનુસાર રાજ્યસભાની બેઠક 6 મે 2021 ના રોજ પૂર્વ સાંસદ માનસ રંજન ભૂનિયાના રાજીનામાને કારણે ખાલી પડી હતી. મમતા બેનર્જીની સરકારમાં માનસ રંજન ભૂનિયાને મંત્રી બનાવવામાં આવ્યાં છે.

આસામ: 10 મે 2021 ના રોજ આસામમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ બિસજીત ડામરેના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ બાકી હતો. કમિશન અનુસાર તેમની નિવૃત્તિની તારીખ 09 એપ્રિલ 2026 હતી.

મહારાષ્ટ્ર: કોંગ્રેસના નેતા રાજીવ સાતવના નિધનને કારણે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની એક બેઠક ખાલી પડી. રાજ્યસભાની આ બેઠક સાતવના મૃત્યું બાદ 16 મે 2021 થી ખાલી છે. સાતવનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધીનો હતો.

મધ્યપ્રદેશ: થાવરચંદ ગેહલોતના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી પણ યોજાવાની છે. તે 07 જુલાઈના રોજ ખાલી થઈ ગઇ છે, જ્યારે થાવરચંદ ગેહલોતનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધીનો હતો.

તમિલનાડુ: તમિલનાડુમાં ખાલી પડેલી બે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.તેમાંથી એક IADMK નેતા કેપી મુનુસામીના રાજીનામાને કારણે 7 મે 2021 ના રોજ ખાલી પડી હતી. સાથે જ બીજી સીટ પૂર્વ સાંસદ આર. વૈથિલિંગમના રાજીનામાથી ખાલી પડી છે. મુનુસામીનો કાર્યકાળ 2026 સુધી અને વૈથિલિંગમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch