Thu,25 April 2024,10:45 pm
Print
header

પાર્કિંગમાં પાર્ક કરેલી કારને શોધવાની સરળ રીત, હવે Google Map કરશે તમારી મદદ

અમદાવાદઃ જ્યારે પણ મોલમાં શોપિંગ કરવા, મૂવી જોવા કે કોઇ મોટા માર્કેટમાં જઇએ ત્યારે મોટાભાગે આપણે પોતાની કાર ક્યાં પાર્ક કરી હતી તે ભૂલી જઇએ છીએ. ઘણીવાર એક સરખા પાર્કિંગ હોવાના કારણે આપણને આપણી કાર શોધવામાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ સમસ્યાનું સામાધાન ગૂગલ મેપ કાઢશે. જી હાં, હવે ગૂગલ મેપ આપને બતાવશે કે તમે તમારી કાર ક્યાં પાર્ક કરી છે. ગૂગલ મેપના એક શાનદાર ફિચરની મદદથી તમને તમારુ કાર યાદ રાખવામાં અનુકૂળતા રહેશે. એટલું જ નહીં ગૂગલ મેપ આપને તે જગ્યાએ લઇ જશે જ્યાં તમે કાર ઉભી રાખી હતી. આના માટે જ્યારે તમે કાર પાર્ક કરો ત્યારે ગૂગલ મેપની મદદથી તમારુ લોકેશનને પીન કરી શકો છો. ત્યાર બાદ તમે તમારી પિન કરવામાં આવેલા લોકેશન પર ટેપ કરીને નેવિગેશનની મદદથી તમારી કાર શોધી શકો છો. 

કાર પાર્ક કરતી વખતે કેવી રીતે સેવ કરશો તમારુ લોકેશન

1-સૌથી પહેલા આ ફીચર માટે તમારે ગૂગલ મેપ્સનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવાનું રહેશે. 
2- હવે તમારા ફોનનું લોકેશન સર્વિસિઝને ઓન કરો.
3- ત્યાર બાદ હાલના લોકેશન પર ક્લિક કરો. આ મેપમાં તમને બ્લૂ પિનની સાથે નજરે પડશે. 
4- ક્લિક કર્યા બાદ આપને ત્રણ ઓપ્શન નજરે પડશે. તેમાં સેવ યોર પાર્કિંગ ઓપ્શન સિલેક્ટ કરો. 
5- તમે ઇચ્છો તો તેમાં પાર્કિંગ નંબર અને ફોટો જેવી અનેક જાણકારીઓ પણ એડ કરી શકો છો. 
6- અહીં તમે સીધા ગૂગલ આસિસ્ટન્ટથી પોતાનું પાર્કિંગ લોકેશન યાદ રાખવા માટે પણ કહી શકો છો. આના માટે 'રિમેમ્બર વેર આ હેવ પાર્કડ' પર ક્લિક કરો.

કેવી રીતે સર્ચ કરો પોતાનું પાર્કિંગ લોકેશન

1 સૌથી પહેલા ગૂગલ મેપ ઓપન કરો અને સેવ કરવામાં આવેલા પાર્કિંગ કાર્ડ પર ટેપ કરો. 
2 હવે ડાયરેક્શન બટન પર ક્લિક કરો
3 ત્યાર બાદ નેવિગેશન ઑન કરવા માટે સ્ટાર્ટ બટન પર ટેપ કરો
4 તમે ઇચ્છો તો સીધા ગૂગલ આસિસ્ટન્ટને પૂછી શકો છો- 'વેર ઇઝ માય કાર'
5 ગૂગલ મેપ આપને કાર પાર્કિંગનું લોકેશન બતાવશે અને નેવિગેટ પણ કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar