બેંગકોકઃ શુક્રવાર (28 માર્ચ) ના રોજ મ્યાનમાર અને પડોશી થાઈલેન્ડના ભાગોમાં આવેલા પ્રચંડ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી અને મૃત્યુઆંક શનિવાર સાંજ સુધીમાં 1,600 ને વટાવી ગયો છે, એકલા મ્યાનમારમાં 1,644 લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ઘાયલોની સંખ્યા 3,408 પર પહોંચી ગઈ છે, જ્યારે ભૂકંપ બાદ 139 લોકો લાપતા હોવાના અહેવાલ છે. ચારેબાજુ મૃતદેહોના ઢગલા દેખાય છે અને બૂમો પડી રહી છે. મ્યાનમાર અને તેના પડોશી દેશ થાઈલેન્ડમાં શુક્રવારે 7.7ની તીવ્રતાના ધરતીકંપથી ઈમારતો, પુલો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. પૂર્વ ભારત અને ચીનના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શુક્રવારે સવારે 12:50 વાગ્યે (0650 GMT) 10 કિલોમીટરની ઊંડાઈએ, મ્યાનમારના સાગાઈંગના ઉત્તર-પશ્ચિમમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. થોડીવાર પછી 6.7ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક આવ્યો હતો અને ઘણા નાના આફ્ટરશોક અનુભવાયા હતો.
ભૂકંપની અસર સમગ્ર પ્રદેશમાં અનુભવાઈ હતી, પશ્ચિમમાં ભારત અને પૂર્વમાં ચીન તેમજ કંબોડિયા અને લાઓસમાં ઈમારતો ધ્રૂજી હતી. મ્યાનમારના સૈન્ય જુંટાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં મૃત્યુઆંક હજુ વધશે.
થાઈલેન્ડમાં ભૂકંપને કારણે બેંગકોકના ચાતુચક માર્કેટ પાસે નિર્માણાધીન એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ છે, જેમાં 10 લોકોનાં મોત થયા છે. કાટમાળ નીચે 100થી વધુ કામદારો ફસાયા હોવાની આશંકા છે.
ભૂકંપના કારણે મ્યાનમારના મંડલેમાં ઇમારતો તૂટી પડતા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. સાગિંગથી ઇરાવદી નદી પર બનેલો લગભગ 100 વર્ષ જૂનો સ્ટ્રક્ચર અવા બ્રિજ પાણીમાં તૂટી પડ્યો હતો
મ્યાનમારને મદદ આપવામાં ભારત સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે અને મદદ શરૂ કરી છે. મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના પગલે પરિસ્થિતિથી ચિંતિત છે. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના. ભારત તમામ સંભવ મદદ કરવા તૈયાર છે. આ સંદર્ભે અમારા અધિકારીઓને સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારોના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ મ્યાનમારને મદદ કરવા માટે તેના હિંડોન એર બેઝ પરથી તંબુ, ધાબળા, વોટર પ્યુરિફાયર અને આવશ્યક દવાઓ સહિત 15 ટન રાહત સામગ્રી મોકલી છે. ઓપરેશન બ્રહ્મા હેઠળ, ભારત રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે મ્યાનમારમાં 80 નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનોની ટુકડી પણ મોકલી રહ્યું છે.
વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાની આગેવાની હેઠળ થાઈલેન્ડની સરકારે ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરવા માટે એક તાકીદની બેઠક યોજી હતી. થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોમાં કોઈ જાનહાનિની જાણ કરી નથી, પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપી છે.
યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સે પણ સમર્થનનું વચન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે વોશિંગ્ટન મ્યાનમારના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ખરાબ છે અને અમે મદદ કરીશું, તેમણે પત્રકારોને જણાવ્યું હતું. ભૂકંપથી ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ છે, મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
સિંધુ નદીમાં આપણું પાણી વહેશે અથવા તો ભારતીયોનું લોહી: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઓકયું ઝેર - Gujarat Post | 2025-04-27 18:36:36
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
ઈરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ, 1000 થી વધુ લોકો ઘાયલ, 40 લોકોનાં મોત - Gujarat Post | 2025-04-26 19:25:19