Sat,08 August 2026,10:09 pm
Print
header

ફિલિપાઇન્સમાં ભૂકંપના કારણે તબાહી, 31 લોકોના મોત, અનેક ઘાયલ

  • Published By panna patel
  • 2025-10-01 10:08:37
  • /

ફિલિપાઇન્સઃ મંગળવારે રાત્રે ફિલિપાઇન્સમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મોટું વિનાશ થયું હતું. એક મોટાચર્ચને નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર સેબુ પ્રાંતના બોગો સિટીથી 17 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું. સેબુ પ્રાંતના દાનબંતાયન શહેરમાં, ભૂકંપમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી દોડવા લાગ્યા હતા

ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર અથવા સિસ્મિક ફોલ્ટ લાઇનમાં આવેલું છે. દર વર્ષે અહીં વાવાઝોડું અને મોટા ચક્રવાત પણ આવે છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકો ડરના માર્યા પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.

મૃત્યુઆંક વધી શકે છે

આપત્તિ પ્રતિભાવ અધિકારી રેક્સ યાગોટે એસોસિએટેડે જણાવ્યું કે સેબુ પ્રાંતના દરિયાકાંઠાના શહેર બોગોમાં 14 લોકોનાં મોત થયા છે. બોગોમાં મૃત્યુઆંક વધી શકે છે. ભૂસ્ખલન અને ખડકો ધસી પડવાથી પ્રભાવિત પહાડી ગામમાં મશીનરી પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch