મોડી રાત્રે આપ, કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા, ભાજપ પર ઇવીએમમાં ગરબડીના આરોપ
અમદાવાદઃ મહાનગરપાલિકાની ચૂંટણીનું (AMC election) મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયુ થયા બાદ મતગણતરી શરૂ થઇ છે ત્યારે ઇવીએમમાં ચેડા થયાના આક્ષેપ સાથે વિવાદ સામે આવ્યો છે. જેમાં રાતના સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટા પ્રમાણમાં ગુજરાત કોલેજ (Gujarat collage) પહોંચી ગયા હતા અને ભાજપ (BJP) દ્વારા ઇવીએમ (EVM)માં ચેડા કરીને મતોની સંખ્યા વધારવામાં આવી રહી હોવાનો આરોપ મુક્યો હતો.
બીજી તરફ આ બાબતની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પોલીસ કાફલાને તૈનાત કરી દીધો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપને આ ચૂંટણીમાં ઓછી લીડ મળી છે. જેથી ભાજપ દ્વારા ઇવીએમમાં ચેડા કરવામાં આવી રહ્યાં છે. માટે કોલેજમાં જઇને સ્ટ્રોંગ રુમની તપાસ કરાવવાની માંગણી કરી હતી. જો કે પોલીસે તમામને કોલેજના મુખ્ય ગેટની બહાર જ ઉભા રાખી દીધા હતા. જો કે ટોળું મત ગણતરીના મથકમાં ઘુસી ગયુ હતુ. સ્થિતિને ધ્યાનમાં લઇને એલ જી કોલેજ ખાતે પણ પોલીસ કાફલો મોકલી દેવાયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
આપનો ભવ્ય વિજય, ભાજપનું ઘમંડ ચૂરચૂર થયું છંતા રૂપાણી કહે છે હવે આપને એક પણ બેઠક નહીં મળે !
2021-02-25 09:00:46
છ મહાનગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત ?
2021-02-25 09:00:29
આમ આદમી પાર્ટીનું ગાંધીનગર કાર્યાલય ફાયર એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું
2021-02-24 18:52:16
AAPનું મિશન ગુજરાત, સુરતમાં ભવ્ય વિજય પછી આગામી ચૂંટણી પર નજર
2021-02-24 17:49:45