Mon,28 April 2025,11:29 pm
Print
header

Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર EDએ આ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે.

AJL અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સંબંધિત કેસ

નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાં બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED એ કોંગ્રેસના નેતાઓ - સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ રાઉઝ એવન્યું કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.

25 એપ્રિલે કોર્ટમાં સુનાવણી થશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch