Thu,22 May 2025,6:44 am
Print
header

અમદાવાદમાં વક્ફની જમીન પચાવી પાડનારને ત્યાં ED ની ટીમો ત્રાટકી - Gujarat Post

દરોડામાં બેનામી સંપત્તિઓ મળવાની શક્યતા

વક્ફના નામે જમીનો પચાવી પાડનારા લોકોમાં ફફડાટ

અમદાવાદ: વકફની જમીનો પચાવીને બિલ્ડિંગ બનાવી દેનારા સલીમખાન જુમ્માખાન પઠાણ સહિતના લોકોના 10 સ્થળોએ ઇડીએ દરોડા પાડ્યાં છે. ઇડીએ જમાલપુર સહિત ખેડામાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ અમદાવાદના જમાલપુરમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ત્યારે ઇડીએ સલીમ જુમ્માખાન પઠાણના નિવાસ સહિત અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જેમાં જમાલપુર કાચની મસ્જીદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું  હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.  જેમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ હતી. તેમજ સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.

જમાલપુરમાં આવેલી કાચની મસ્જીદ પાસે આવેલી વક્ફ બોર્ડની જગ્યામાં ખોટા બોર્ડના ટ્રસ્ટી બની છેતરપિંડી કરનારા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. વક્ફ બોર્ડે કોર્પોરેશનને આપેલી સ્કૂલની જગ્યા ઉપર આરોપીઓએ ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવી દીધું છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાન જુમ્મા ખાન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch